Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે એસ.ટી નિગમ દ્વારા સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજ રોજ બોડેલી એસ.ટી ડેપો ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.સી.બારિયા, બોડેલી ડેપો મેનેજર એસ.પી.વસાવા, બોડેલી ડેપોના કર્મચારીઓ અને મુસાફરો તથા શહેરીજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે સફાઈ અભિયાનની સ્મૃતિ તરીકે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બોડેલી ડેપોના કર્મચારીઓ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આ નિમિતે આરએફઓ પી.સી. બારિયાએ જણાવ્યું હતું કે આ પૃથ્વીનું જતન કરવું એ આપણી ફરજ છે, આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને અને બિનજરૂરી કચરો ઉત્પન્ન કરીને પર્યાવરણને પ્રદુષિત કરીએ છીએ, અને આવનારી પેઢીને અને આપણી હયાત પેઢી માટે નુકસાન પહોચાડીએ છીએ. માટે આ સ્વચ્છતા આભિયનને આપણા રોજીંદા જીવનનો ભાગ બનાવવો જોઈએ. આપણે માનવજાત સહીત અન્ય પશુપંખીઓ માટે પણ ખતરનાક સાબિત થશે. આમ સમગ્ર એસટી ડેપો ખાતે સફાઈ કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.