Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઇ

Published

on

A Common Yoga Protocol training camp was held at Chotaudepur
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા શાસ્ત્રી બાગ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા કોમન યોગા પ્રેકટીકલ તાલીમ શિબિર યોજવામાં આવી હતી.
આગામી તા. ૨૧મી, જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે તથા યોગના મહત્વ વિશે લોકોને જાણકારી મળે એ માટે રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર  અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર કરવામાં આવી હતી.
A Common Yoga Protocol training camp was held at Chotaudepur
શાસ્ત્રી બાગ ખાતે યોજાયેલા આ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના યોગ કો-ઓર્ડિનેટર ઘનશ્યામભાઇ રાઠવા, યોગ કોચ કમલેશભાઇ રાઠવા અને યોગ કોચ રોહિણીબેન પટેલે ઉપસ્થિત જનમેદનીને પ્રોટોકોલ પ્રમાણેના યોગાસનો કરાવી યોગની તાલીમ આપી હતી.
કોમન યોગ પ્રોટોકોલની આ તાલીમ શિબિરમાં પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, ગુજરાત રાજય યોગ બોર્ડના પ્રતિનિધિ અનિલભાઇ ત્રિવેદી, જિલ્લા આરોગ્ય અધિકારી ચોબિસા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, બ્રહ્માકુમારી ઇશ્વરિય વિશ્વ વિદ્યાલયના પ્રતિનિધ, નર્સિંગ કોલેજના આચાર્યા ભાવનાબેન, જિલ્લા પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડઝના જવાનો, ટી.આર.બીના જવાનો, યોગ ટ્રેનરો અને છોટાઉદેપુર નગર અને જિલ્લાના યોગપ્રેમીઓએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહી તાલીમ લીધી હતી.
error: Content is protected !!