Chhota Udepur
વિકલ્પ સ્ત્રી સંગઠન એનજીઓ દ્વારા બોડેલી નજીક ના સીમળીયા ખાતે કોમ્યુનિટી ઇવેન્ટ યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૩
વિકલ્પ સ્ત્રી સંગઠન ના ટીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત બોડેલી નજીક આવેલા સીમળીયા સ્થિત કાર્યાલય ખાતે કોમ્યુનિટી ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું , ઇવેન્ટમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચોહાણ ની સૂચના થી ઉપસ્થિત રહેલ જિલ્લા ટીબીએચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા એ ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ એચઆઈવી એઇડ્સ વિશે પણ જાણકારી આપી હતી.
તેમજ સમુદાય માં હજી પણ કેટલાક આદિવાસી વિસ્તારોમાં કેટલીક બિમારીઓ માટે દવાખાનામાં સારવાર અર્થે જવા ની જગ્યાએ અન્ય સ્થળે સમય વેડફી ને રોગ બેકાબૂ બને ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે જે ગંભીર બાબત છે તેમ જણાવ્યું હતું, આ વાત ને ગંભીરતાથી લઇ સમાજ નાં જાગૃત નાગરિક તરીકે સમુદાય માં જાગૃતતા લાવવા જણાવ્યું હતું.
આ કોમ્યુનિટી ઇવેન્ટમાં વિકલ્પ એનજીઓ દ્વારા મળતી સેવાઓ જેવી કે એચઆઈવી તપાસ, ટીબી ની તપાસ તથા હિપેટાઇટિસ ની તપાસ માટે પ્રોત્સાહિત કરી લોકો માં જાગૃતતા લાવવા અને અન્ય સેવાઓ વિશે પણ જાણકારી આપી હતી, છોટાઉદેપુર જિલ્લાના પ્રોજેક્ટ ઓફીસર ઈશ્વરભાઈ રાઠવા, વિકલ્પ એનજીઓ સાથે સંકળાયેલા સાયરાબેન શેખ, અરુણા બેન રાઠવા તથા સંગીતાબેન, મુકેશભાઈ ઉપરાંત આઇસીટીસી કાઉન્સિલર પ્રવિણ ભાઇ પટેલ, લેબ ટેક વિજયભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.