Connect with us

Panchmahal

મણિપુર રાજ્યમાં નિર્વસ્ત્ર કરી મહિલાઓને ફેરવવાની ઘટના સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું

Published

on

a-complaint-was-filed-regarding-the-incident-of-stripping-women-and-turning-them-over-in-the-state-of-manipur

આજ રોજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ તેમજ પ્રદેશની સૂચના મુજબ જીલ્લા કલેક્ટર કચેરીએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મણીપુર રાજ્યમાં ચાલતી હિંસા બાબતે અને તાજેતરમાં મહિલાઓ સાથે અભદ્ર અને અશોભનીય હિન કૃત્ય કર્યા છે જે સમગ્ર ભારત દેશ તેમજ મહિલા માટે અતિ શરમજનક અને દુઃખદ બાબત છે.

માટે દેશના સર્વોચ્ય પદે એક મહિલા બિરાજમાન હોય તેમ છતાંય મહિલા સાથે હિન કક્ષાનું કૃત્ય થાય? આ મુદ્દા પર આમ આદમી પાર્ટી વતી મણીપુરની જનતા ને શાંતિ ની અપિલ કરવામાં આવે છે સાથે કેન્દ્ર સરકાર પાસે ખાસ માંગ કરવામાં આવે છે કે મણિપુર રાજ્યમાં સુરક્ષા આપવામા આવે. રાજ્યની સ્થિતિને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગયેલ મણિપુર ના મુખ્યમંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

આજના આવેદનપત્ર બાબતે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતમાં વૈદિક યુગથી સ્ત્રીઓને સન્માન આપવામાં આવી રહ્યું છે. શાસ્ત્રોમાં “યત્ર નાર્યસ્તુ પુજ્યતે તત્ર રમ્યતે દેવતા” કહેવામાં આવી રહ્યું છે. આવી શ્રેષ્ઠ સંસ્કૃતિ વાળા દેશના મણિપુર રાજ્યમાં નિર્વસ્ત્ર હાલતમાં નારી !! ધર્મ અને સંસ્કૃતિ વાળા દેશમાં નારીનું ચિર હરણ થાય એ ઘટના સાંપ્રત સમયમાં ખુબ આઘાત જનક છે. આવી સ્થિતિએ દેશને શરમમાં મુકી દીધું છે. આવી સ્થિતિને કંટ્રોલ કરવામાં ભાજપ સરકાર નાકામિયાબ રહી છે અથવા તો સ્થિતિ ઉભી કરવા માટે સરકાર જવાબદાર હોય એવું દેખાય રહ્યું છે.

a-complaint-was-filed-regarding-the-incident-of-stripping-women-and-turning-them-over-in-the-state-of-manipur

ખરેખર મણિપુર રાજ્યના મુખ્યમંત્રીનું રાજીનામું લેવું જોઈએ પરંતુ કેન્દ્રની ભાજપ (મોદી) સરકારનું મોઢું બંધ છે એ આશ્ચર્ય છે. દેશની જનતા આ બધું જોઈ પણ રહી છે અને સમજી પણ રહી છે. સરકારની જવાબદારી રાજ્યમાં શાંતિ બનાવી રાખવાની છે તથા જનતાની સુરક્ષા અને સલામતી પુરી પાડવાની છે પરંતુ રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં આ સ્થિતિને કંટ્રોલ કરવામાં સરકારો નિષ્ફળ રહી છે કે જાણી જોઈને આવી સ્થિતિ બનાવી રહી છે એ એક લોક માનસમાં પ્રશ્ન ઉભો થયો છે તેમ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું.

Advertisement

આવેદનપત્ર આપવામાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ આસિફ ભાઈ બકકર જીલ્લા મહામંત્રી, આશિષ કામદાર જીલ્લા યુવા પ્રમુખ, વિજય પરમાર જીલ્લા શ્રમિક પ્રમુખ, અમીન ભાઈ ગુરજી
જીલ્લા લઘુમતી પ્રમુખ, ઉસ્માન ભાઈ દુલ્લી માજી કાઉનસીલર, રમીલાબેન ગજ્જર માજી જીલ્લા ઉપ પ્રમુખ તથા કાર્યકર મોહસીનભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!