Connect with us

Surat

વેરીએન્ટ H3N2 પણ નજર રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા

Published

on

A control room was started by the Surat Municipal Corporation to monitor the variant H3N2 as well

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં H3N2 ના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને દેશના અન્ય વિસ્તારમાં તેની ગંભીર અસર પણ જોવા મળી હોય સુરત પાલિકા તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.સુરતમાં સ્થિતિમાં પહોંચી વળવા માટે કેવા પગલાં ભરવા તે માટે મ્યુનિ. કમિશનરે એક સમીક્ષા બેઠક કરી હતી જેમાં પાલિકા સેન્ટ્રલ ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝોન વાઈઝ રેપીડ રીસ્પોન્સ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે.
હાલમાં H3N2 વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થતાં સુરત પાલિકા તંત્રએ આગોતરું આયોજન શરૂ કરી દીધું છે. આ રોગ માટેની તકેદારી માટે ગઈકાલે મ્યુનિ. કમિશનરે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ડે.કમિશનર, આરોગ્ય અધિકારી, સુપ્રીટેન્ડન્ટ(સ્મીમેર), માઈક્રોબાયોલોજી પ્રોફેસર, સ્મીમેર આર.એમ.ઓ, આરોગ્ય અધિકારીઓ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાલ જે કેસ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સેન્ટ્રલ રૂમ બેઠકમાં ઈમરજન્સી કંટ્રોલ આઈ.સી.સી.સી ખાતે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજથી તેની શરૂઆત કરવામાં આવી છે.

A control room was started by the Surat Municipal Corporation to monitor the variant H3N2 as well

આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરના 120 ડોક્ટર તથા 650 પેરા મેડીકલ સ્ટાફને આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમજ પ્રાઇવેટ પ્રેકટીશનર પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ મનપા દ્વારા ઝોન વાઈઝ રેપીડ રીસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. Track, Test, Treat, Isolation, Quarantine કામગીરી કરવામાં આવે છે. હાલમાં સુરત મહાનગરપાલિકા ખાતે જરૂરી RTPCR ટેસ્ટ કીટ તેમજ જરૂરી દવાઓ ઉપલબ્ધ છે. તેમજ 18 મી માર્ચે તમામ ગવર્મેન્ટ PSA પ્લાન્ટ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુંછે., તેમજ મનપા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે

Advertisement
error: Content is protected !!