Gujarat
પંચમહાલ જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

જમીન,રસ્તા,વીજળી,દબાણ,સ્ટેમ્પ ડ્યુટી સહીતના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષસ્થાનેથી સૂચનો કરાયા
તમામ વિભાગે સંકલન સાધી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જિલ્લા કલેકટરએ કર્યો અનુરોધ
પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધિઓ,લોકાભિમુખ વહીવટ આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરએ સૂચનાઓ આપી હતી.આ સાથે તેમણે જમીન,રસ્તા,વીજળી,દબાણ,સ્ટેમ્પ ડ્યુટીને લગતા પ્રશ્નો સત્વરે ઉકેલવા સબંધિતોને જણાવ્યું હતું. તમામ વિભાગોને સંકલન સાથે રજીસ્ટર નિભાવીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો હતો.નિવાસી અધિક જિલ્લા કલેકટરએમ.ડી.ચુડાસમાએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.બેઠકમાં ગત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવી જતા તે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ પણ કરાયો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.