Gujarat
કણજરી લોકહિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અમન કૉમર્સ કોલેજ ની કોર કમિટીની રચના કરવામાં આવી
આજ રોજ લોકહિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કણજરી તા.નડીઆદ, જિ.ખેડા સંચાલિત જૂન 2024 થી નવી શરૂ થતી સરદાર પટેલ યુનિવર્સીટી વિદ્યાનગર સંલગ્ન (AMAN COMMERCE COLLEGE) (ACC) ના સંપૂર્ણ સંચાલન તેમજ તેની દેખરેખ તથા કોલેજ ના અભ્યાસ તથા વહીવટી કામગીરી તેમજ એકેડેમિક કાર્યો તથા સ્ટાફ ભરતીની પ્રક્રિયા ઉપરાંત કોલેજ માટે પ્રચાર પ્રસાર માટે અને ભવિષ્યમાં પણ નવી ફેકલ્ટી ઊભી કરવાના આયોજન અંગે પ્રોફેસર કક્ષાની વ્યક્તિઓની એક કોર કમિટી બનાવવા માટે સલાહ મશ્વરાની મિટિંગનું આયોજન અમન વિદ્યાલય કણજરીના કોમ્પુટર લેબમાં કરવામાં આવ્યું હતું.
જેમાં કોર કમિટીમાં (૧) પ્રો. હનીફ વહોરા બોરસદ (૨) પ્રો. ફારુક વહોરા બોરસદ (૩) પ્રો. સરફરાઝ મન્સૂરી આણંદ (૪) પ્રો. સદ્દામ હુસૈન ટિંબલીયા (૫) પ્રો. હાજીકાકા બોમ્બે વાલા આણંદ (૬) પ્રો. સાજીદ શેખ નડિયાદ (૭) પ્રો. યાકુબ વહોરા આણંદ (૮) પ્રો. સાજીદ વહોરા બોરસદ (૯) આસિફ ભાઈ દવા વાલા આણંદ (૧૦) સમીર માસ્ટર બોરીયાવી ની એક કોર કમિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત સંસ્થાને જ્યારે પણ જરૂર પડે પોતે પોતાની જવાબદારી સમજીને હાજરી આપવા નું પણ નક્કી કર્યું અને સંસ્થાને ભવિષ્ય મા નવી ફેકલ્ટી ઊભી કરી ને ભણતર માટે જિલ્લા નું એક હબ બનાવવા માટે જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.આ સાથે સંસ્થા નાં કારોબારી સભ્ય માં પણ સંસ્થાના પ્રમુખ મુસ્તાક કાકા (બિઝનેસમેન) ઉપપ્રમુખ હાજી સિકંદર માસ્ટર (રીટાયાર્ડ પ્રિન્સિપાલ રામપુરા) સેક્રેટરી હાજી ઇરફાન ભાઈ (બિઝનેસમેન) જોઈન્ટ સેક્રેટરી હાજી સિરાજ ભાઈ (રીટા. યાર્ડ એકસાઈઝ ઇન્સ્પેકટર) સંસ્થાના ખજાનચી આરીફ ભાઈ (ઝકરિયા હોસ્પિટલ) સોહેલ ભાઈ (કાઉન્સિલર કણજરી) હાજર રહ્યા હતા. અંતે આવેલ આમંત્રિત પ્રોફેસરોની શુક્રગુજારી સંસ્થાના ઉપપ્રમુખ હાજી સિકંદર માસ્ટર દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા…