Connect with us

Gujarat

વડોદરાનું યુગલ વિવિધ પ્રકારના કચરામાંથી સર્જે છે કલાકૃતિઓ

Published

on

રિવોલ્વ ગ્રીન કચરાને ઘટાડવાના કામ થી ૧૫ જેટલી બહેનોને આપે છે રોજગારી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત મિશન ઘણાં કલ્પનાશીલ વ્યક્તિત્વો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે.આવું જ એક કલ્પનાશીલ યુગલ છે વડોદરાના પ્રીત અને આયુષી શાહ. તેઓએ નકામા કચરાને અને બિન ઉપયોગી સાધન સામગ્રી માં થી આકર્ષક અને સુંદર ઉત્પાદનો બનાવવાની સર્જનશીલતા અપનાવી છે.આને અપ સાયકલિંગ તરીકે ઓળખવામાં આવે છે જેમાં નકામી ચીજમાં થી વધુ મૂલ્યવાન ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે છે.તેનાથી કચરાનું પ્રમાણ ઘટે છે અને સ્વચ્છતાની સાથે સુંદરતા વધે છે. તેની સાથે તેમનો આ વ્યાયામ ૧૫ જેટલી જરૂરિયાતમંદ બહેનોને રોજગારી આપે છે.

Advertisement

આ દંપતીએ લગભગ ૬ મહિના પહેલાં જ આ અનોખો ઉદ્યમ શરૂ કર્યો જે ભારતભરમાં કચરામાં થી સર્જેલા કંચન જેવા ઉત્પાદનો પૂરા પાડે છે.તેમનો આ વ્યાયામ કચરાના કુશળ પ્રબંધનની નવી દિશા સૂચવે છે.એનો સંદેશ એવો છે કે દેશને વેસ્ટ મેનેજમેન્ટ કરતા સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ ની વધુ જરૂર છે જેથી નકામા કચરાના ભંડારણ માટે ઉપયોગમાં લેવાતી જમીન બચાવી શકાય.

આ દંપતી નારિયેળ ની કાચલીમાં થી અને ઈ વેસ્ટમાં થી અવનવી ગૃહ ઉપયોગી ચીજો બનાવે છે.જુદા જુદા પ્રકારના કચરા પર સર્જનશીલતા દાખવી તેઓ ટી કોસ્ટર, હાથ બનાવટના કાગળની ડાયરી, મેટ્સ, ટ્રે, પ્લાન્ટર બાસ્કેટ્સ, પુસ્તક મૂકવાનો ઘોડો, કાપડમાં થી બાસ્કેટ, પેન સ્ટેન્ડ, લેમ્પસ, ચારપાઈ, થેલીઓ, પોટલી બેગસ્ અને ટી શર્ટ જેવું ઘણું બધું અવનવું,કલ્પનામાં ન આવે એવું સર્જન કરે છે.

Advertisement

કચરો ઘટાડવા અથવા ફરીથી ઉપયોગમાં લેવાની પ્રચલિત રીત રિસાયક્લિંગ છે.જેમ કે પ્લાસ્ટિક વેસ્ટ માંથી નવું પ્લાસ્ટિક બનાવવું.અને તેમાં નવો પ્રયોગ અપ સાયકલિંગ નો છે જેમાં કચરા માં થી વધુ મૂલ્યવાન ઉત્પાદનો બનાવવામાં આવે છે.આ દંપતી નકામી સામગ્રીનો ઉપયોગ કરીને ૧૨ જેટલા અવનવા ઉત્પાદનો બનાવે છે.આ નવ સર્જન માટે તેઓ જૂના કપડા,પેકેજીંગ માટે વપરાયેલી સામગ્રી,ઘરમાં વપરાશ થી નકામી થઈ ગયેલી ચીજો,અને નાળિયેરની કાચલીઓ ઇત્યાદિ ઉપયોગમાં લે છે જેનું એકત્રીકરણ કંપનીઓ,ઘરો અને અન્ય સ્ત્રોતો માંથી થાય છે.

દંપતી પૈકી આયુષી શાહ પોતે આર્કિટેક્ટ હોવાથી કલાત્મકતા ની સૂઝ ધરાવે છે.જ્યારે પ્રીત શાહ પોતે ઉદ્યોગ સાહસિકતા માં એમ.બી. એ. થયેલા છે જે વેચાણ અને વ્યવસ્થાપનની કુશળતા થી આ ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવે છે.

Advertisement

રિવોલ્વ ગ્રીને બાયો પ્રોસેસ ટેક્નોલોજીસ્ટ ધ્વનિ દામાણી સાથે સહયોગ સાધ્યો છે.અને સજ્જા ના નામ હેઠળ અપસાયકલ્ડ ઉત્પાદનોમાં થી સજાવટની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.તેઓ પ્રદર્શનો અને વેબ સાઇટ્સ દ્વારા બજારમાં જમાવટ કરવા પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં મોટા પાયે ઉત્પાદન અને વેચાણ વ્યવસ્થા હેઠળ સ્વ સહાય જૂથો ને આવરી લઈને સમાજ ઉપયોગી બનવા ની ઝંખના ધરાવે છે…

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!