Vadodara
વડોદરાની કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા ગાયનો જીવ બચાવ્યો

- EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ-પાલન વિભાગ ના સંકલનથી કાર્યરત કરૂણા એમ્બ્યુલન્સ જે વડોદરા શહેર વિસ્તાર માટે અબુલા પશુ- પક્ષીઓની સારવાર માટે હંમેશા કાર્યરત છે.
તરસાલી વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ નામના વ્યક્તિએ 1962 પર ફોન કરીને માહિતી આપી હતી. ડો. અંશુલ અગ્રવાલને જાણ કરવામાં આવી હતી કે, ગાય એક અત્યંત ગંભીર ગણી શકાય એવી ટુમોર ગાંઠથી પીડાતી હતી. અને શીંગડાંમાં ગાંઠ હોવાથી ખૂબ પીડા થતી હતી. ડો. અંશુલે તરત જ સર્જરી કરવાનો નિર્ણય લીધો અને બીજી એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો. ચિરાગની મદદથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વિશેષ રીતે ઘટના સ્થળે ડો. રવિ રીંકે કે જે વડોદરાના પ્રોજેક્ટ મેનેજર છે, તેઓ આ શસ્ત્રક્રિયાનો ભાગ રહ્યા હતા. ૨ કલાકની ભારે જહેમત બાદ સર્જરી સફળતાથી પૂર્ણ થઈ હતી અને શીંગડાંમાંથી ગાંઠ કાઢી લેવામાં આવી હતી.
ડો. અંશુલ અને જયેશભાઈ બારિયા તથા ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહભાઈની મહેનતથી ગાયને અસહ્ય પીડામાંથી રાહત મળી હતી.