Panchmahal

પંચમહાલના વિવિધ સ્થળો ખાતે ફ્લેશ મોબ થકી ૭ મેના અચૂક મતદાનનો સંકલ્પ લેવાયો

Published

on

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી ૭મી મેના રોજ મતદાન થનાર છે. ત્યારે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮ પંચમહાલ સંસદીય વિસ્તારમાં અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલના નેતૃત્વમાં પંચમહાલ જિલ્લામાં તમામ નાગરિકો સુધી મતદાન જાગૃતિ પ્રસરાવવામાં આવી રહી છે. ફ્લેશમોબ હોય કે બોટરોન મેસ્કોટ…. લોકો સુધી મતદાનની તમામ વિગતો નવતર પ્રયોગોના માધ્યમથી પહોંચાડવામાં આવી રહી છે.

Advertisement

આજરોજ જિલ્લાના કાલોલ,હાલોલ,મોરવા હડફ, ઘોઘંબા અને ગોધરાના વિવિધ સ્થળો અને કચેરીઓ ખાતે ફ્લેશ મોબ થકી ૭ મેના અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવાયો હતો તથા જિલ્લાવાસીઓને મહત્તમ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version