Connect with us

Panchmahal

દેવની મુવાડી ખાતે બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી પ્રસંગે ડાયરો યોજાયો

Published

on

A diro was held on the occasion of Baba Saheb Ambedkar Jayanti at Devani Muwadi

(સુરેન્દ્ર શાહ દ્વારા)

ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી ખાતે 14 એપ્રિલના રોજ સરકારી તંત્ર દ્વારા સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી આ પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, રાજગઢ પોસઈ એમ.એલ ગોહિલ તથા કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહજી ઠાકોર સાથે ઘોઘંબા તાલુકાના સ્થાનિક રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતની આઝાદી બાદ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાનું હતું તેનો ભાર બાબા સાહેબ આંબેડકર ને સોંપવામાં આવ્યો હતો તેઓ દ્વારા ભારતમાં વસતી વિવિધ જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને તમામ જ્ઞાતિઓને સમકક્ષ અધિકાર મળે તેવા આશયથી વિસ્તાર પૂર્વકનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું કોઈપણ સુધારા વધારા વગર તેઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણને સ્વીકૃતિ આપવામાં આવી હતી અને બંધારણને સહમતીથી પસાર કરવામાં આવ્યું હતું.

Advertisement

A diro was held on the occasion of Baba Saheb Ambedkar Jayanti at Devani Muwadi

આજરોજ તેમની જન્મજયંતિ હોય આ પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે બાબા સાહેબ આંબેડકર ની છબીને હાર અર્પણ કર્યા બાદ તેઓના પ્રવચનમાં જણાવ્યું હતું કે આંબેડકરની લાંબા ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ભારતનું બંધારણ તૈયાર કર્યું હતું અને તે બંધારણ મુજબ આજે પણ દેશનું સંચાલન થાય છે રાજગઢ પોસઈ દ્વારા ફૂલહાર બાદ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાબા સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણમાં પોલીસ વિભાગને લાગે વળગે તેવા નિયમો બનાવ્યા હતા તે મુજબ આજે પણ પોલીસ વિભાગ તેનો અમલ કરે છે બાદ માં ગામના નાગરિકો તથા ઉપસ્થિત મહેમાનોએ ડાયરાની મજા માણી હતી.

Advertisement
error: Content is protected !!