Panchmahal
ગોધરા ખાતે ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટર ઊભું કરાયું,નાગરિકો ૦૨૬૭૨-૨૬૦૧૨૨ પર સંપર્ક કરી શકશે
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે,જે અંતર્ગત ૧૮-પંચમહાલ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ,૧૨૬-ગોધરા વિધાનસભા મતદાર વિભાગ માટે સેન્ટ આર્નોલ્ડ સ્કુલ ગોધરા ખાતે ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર મતદાન વખતે આવનાર ફરીયાદો માટે સદર સેન્ટર ખાતે હંગામી ટેલિફોન નંબર ૦૨૬૭૨-૨૬૦૧૨૨ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેથી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન બાબતે લોકો મારફત આવનાર/થનાર ફરીયાદો ઉપરોકત ટેલિફોન નંબરમાં નોંધાવે જે માટે સદર ટેલિફોન નંબરની ૧૨૬-ગોધરા વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત લોકોને જણાવવા અંગે મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર પ્રાંત ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.