Chhota Udepur
છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તથા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા અને અભેસિંહ તડવીએ ઉપસ્થિત રહીને આરોગ્ય, શિક્ષણ, મનરેગા, ખાણ ખનીજ, વીજળી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરે જન પ્રતિનિધિઓ દ્વારા રજુ કરવામાં આવતા પ્રશ્નો ગંભીરતાથી ધ્યાને લઈ તે અન્વયે સત્વરે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચવ્યું હતું. તેમણે તમામ અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું.
સંકલન સમિતિની બેઠક બાદ પુરવઠા સલાહકાર સમિતિ લો એન્ડ ઓર્ડર, રોડ સેફટી, એનકોર્ડ તથા નશા મુક્ત ભારત અંગે બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીઓ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.