Gujarat

ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

Published

on

ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

283 લાભાર્થીઓને રૂ. 31.99 લાખના સાધનોનું વિતરણ કરાયું

Advertisement

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કણબી-પાલ્લી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 75 જગ્યાએ ભારત સરકારની એડીપ યોજના હેઠળ કેમ્પનું આયોજન કરાયું હતું, જે પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે પણ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં મહાનુભાવોના હસ્તે 283 જેટલા લાભાર્થીઓને 21 પ્રકારના સાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ તથા એલિમ્કો કંપનીના સહયોગથી સાધન વિતરણ કરવામાં આવ્યાં હતા. જેમાં રૂ 31.99 લાખની કિંમતના 390 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર,હાલોલ પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version