Uncategorized
ત્રણ વર્ષથી અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત કવાંટ ખાતે આવી પહોંચતા જયંતિભાઇ રાઠવાએ દાદા ભગવાનના દર્શન કર્યા
ઉત્તરવાહિની નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવા પરિક્રમા કરવા સ્નાન કરવા મોટી સંખ્યામાં ભક્તો રોજ નર્મદા કાંઠે આવી રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે ૪૧ માસથી નિરાહાર અવધૂત દાદા ભગવાન જે એક લંગોટીમાં ભ્રમણ કરતાં હોય છે, તેઓ આ પંચકોશી પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે. ભૈયુજી મહારાજ તરીકે ઓળખાતા આ મહારાજે આજે ૨૫ ડિસેમ્બરના રોજ સવારે કવાંટ તાલુકાના કાના બેડા ગામે આવી પહોંચ્યા હતાં.
જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ નર્મદા પરિક્રમા કરતા દાદા ભગવાનને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે. આ પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા અવધૂત દાદા ભગવાને આજે કવાંટ તાલુકાના કાનાબેડા ગામે તેમના અનુયાયીઓ સાથે આવી પહોંચ્યા હતા.
નિરાહાર જીવન જીવે છે ભૈયુજી મહારાજ
અવધુત દાદા ભગવાન છેલ્લા ૩ વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ જીવન જીવે છે. ૩ વર્ષથી તેમણે અન્નનો એક પણ દાણો આરોગ્યો નથી. તેઓએ એકવાર અમરકંટકથી મોટી નર્મદા પરિક્રમા કરી છે. હાલમાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા પણ અગાઉ કરી છે. અવધુત દાદા ભગવાનનું કહેવું છે કે, નર્મદા દુનિયા માટે નદી છે પણ અમારા માટે તો ભગવતી છે. આ નદી નહિ પણ દુનિયા માટે જીવનનો આધાર છે.
સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. મોટી સંખ્યામાં લોકો મા નર્મદાની પરિક્રમા માટે નીકળી પડે છે. એક મહિનાના સમયગાળામાં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નદી તટે જોવા મળે છે. જેમના માટે સ્થાનિક લોકો દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામા આવે છે. ભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં થતી નાની પરિક્રમા કરવામાં આવી રહી છે.
પ્રકૃતિની નજીક રહીશું તો તે આપ મેળે જ આપણને બચાવશે : દાદાગુરુ
દાદાગુરુએ જણાવ્યુ હતું કે, આ નર્મદા માતાના પાણીની શક્તિ છે. જો આપણે પ્રકૃતિની નજીક રહીશું તો તે આપ મેળે જ આપણને બચાવશે. આપણે પાણી, માટી, પહાડ અને વૃક્ષની પૂજા અમસ્તા જ નથી કરતા આ આપણી સંસ્કૃતિ છે, ભગવાન છે. પર્યાવરણ બચાવો અને રાસાયણિક ખાતરથી જમીનને બચાવો. આ પરિક્રમા દરમિયાન દાદા ભગવાન માત્ર પાણી પર જ જીવી રહ્યા છે. આમ તો તેમને ૫ વર્ષ પહેલાં જ અન્નનો ત્યાગ કર્યો હતો અને પાણી પર જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. પણ હાલ તેઓ નર્મદા પરિક્રમા કરી રહ્યાં છે. ત્યારે સવારે અને સાંજે અથવા તો રસ્તામાં ક્યાંય વિસામો કરે ત્યારે માત્ર પાણી જ પીને જીવન ચલાવી રહ્યા છે.
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૫