Panchmahal
દોઢ વર્ષ થી કૂવામાં પડેલ શ્વાન અને બિલાડીને રેસક્યું કરી બહાર કાઢ્યા
રામ રાખે તેને કોણ ચાખે ઘોઘંબા તાલુકામાં એક માનવામાં ન આવે એવી ઘટના સામે આવી છે. ઘોઘંબાના નવાકુવા ગામે દોઢ વર્ષ પહેલાં અવડ કુવામાં કુરકુરયું પડ્યુ હતુ જે સમજદાર થતાં બહાર આવવા માટે વલખાં મારી ભસ્તુ રહ્યું હતુ જેની જાણ ઘોઘંબાના સરપંચ નિલેષભાઈ વરીયા ને થતાં તેઓએ વનવિભાગ ના જયેશ દુમાદીયા ને જાણ કરતાં વનવિભાગે વડોદરાની રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં વડોદરા થી આવેલ વાઈડલાઈફ ની ટીમે કુતરાને હેમખેમ બહાર કાઢ્યુ છે. કુવામાં ખાબકેલા શ્વાનને ગ્રામજનો વધેલો ઘટેલો ખોરાક નાખતાં હતા, પરંતું પાણી વગર શ્વાન દોઢ વર્ષ જીવતો રહ્યો એ મનવામાં ન આવે તેવી વાત છે..
ગ્રામજનોના જણાવ્યા મુજબ કૂવામાં બિલાડીના બે બચ્ચા પણ હતા અને તે પણ જીવતા હતા. જેમના પર શ્વાને કોઇ હુમલો નથી કર્યો. શ્વાન સાથે હળી મળીને રહેતા હતા. ત્યારે ડર દુશ્મનને પણ મિત્ર બનાવી દે છે
65 ફૂટ થી પણ વધુ ઊંડા અવાવરુ અને જોખમી કૂવામાં પડેલા શ્વાનને કોઈ એ બહાર કાઢવાની તજવીજ હાથ ન ધરતા શ્વાન દોઢ વર્ષ સુધી કૂવામાં આંટાફેરા મારતું રહ્યું, શ્વાન સાથે થોડા સમયથી બિલાડીના બે બચ્ચા પણ કૂવામાં પડેલા જોવા મળ્યા હતા. આજના સમાજે શ્વાનના આ કાર્ય થી શીખ મેળવવી જોઇયે પોતાના વિપરીત સ્વભાવ થી પર જઈ બિલાડીના બચ્ચા ને માવતર જેવો પ્રેમ આપી સાથે જીવ્યા
વડોદરા વાઈલ્ડ લાઈફ ના રેસ્ક્યુ ટીમ માં RFO જયેશ દુમાદીયા,પુષ્પકભાઈ ,અમિતભાઈ,જાનકીદાસ,ભરત મોરે તથા રાજસિધાર્થ દ્વારા પાંચ કલાક ની જહેમત બાદ કંતાનના થેલા મા સુરક્ષા પૂર્વક દોરડા વડે ખેંચી સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવ્યા પરંતુ દોઢ વર્ષ થી અંધારીયા કૂવામાં રહેલું શ્વાન બહાર આવતા ગરમી ના દિવસો મા બપોર ના સમયે અસંખ્ય તડકો જોઈ અંધારું શોધતો હોય અને
બહારનું અજવાળું જોતા શ્વાન આંખો મીંચી દેતો અને માનવવસ્તીને જોતા ગભરાઈને નજીક ની ઝાડી ઝાંખરામા સંતાઈ ગયો હતો
શ્વાનનો રેસ્ક્યુ કરવામાં આવ્યા પછી બે બિલાડીના બચ્ચાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કહેવાય છે કે દોઢવર્ષ પહેલા બે કુરકુરિયા રમતા હતા ત્યારે એક કૂવામાં પડી ગયુ અને બીજું બહાર તેની રાહ જોતુ હતુ અને દરરોજ નિત્યક્રમ પ્રમાણે તેના મિત્રની રાહ જોતું હોય તેમ દોઢ વર્ષ થી તેની રાહ જોઈ રહ્યું હતુ જે આજે રેસક્યું સમયે પણ જોવા મળ્યું હતુ કે એક શ્વાન બીજા શ્વાન ની રાહ જોઈ રહ્યું હતુ
મોઘલ કાળ સમય ના પૌરાણિક કૂવાની અંદર ની બખોલો મા સંતાઈ રહેલા બિલાડી ના બચ્ચા ને બહાર કાઢવા માટે કૂવામાં બુમલા મચ્છીનો ખોરાક સાથે પાંજરું મૂકી બંને બચ્ચા ને બહાર કાઢવામાં સફળતા મળી હતી
જોકે હવે કૂવાની નજીક આવેલ આંગણવાડીના બાળકો કૂવામાં પડીને ભોગ ના બને કે મોટો અકસ્માત ન થાય તે માટે આંગણવાડી ના સંચાલકોએ સજાગ રહેવુ પડશે અને બાળકો ઉપર પૂરતું ધ્યાન આપવુ પડશે જો કોઈ અકસ્માત થયો તો શ્વાન જીવતુ બહાર નિકળ્યું બિલાડી ના બચ્ચા બહાર નીકળ્યા પરંતુ નથી ઇચ્છતા છતાં પણ ન બનવાનો બનાવ બને તો માનવજીવ ની શું હાલત થશે
- બહારનું અજવાળું જોતા શ્વાન આંખો મીંચી દેતો અને માનવવસ્તીને જોતા ગભરાઈને નજીક ની ઝાડી ઝાંખરામા સંતાઈ ગયો
- ગ્રામજનો વધેલો ઘટેલો ખોરાક નાખતાં હતા, પરંતું પાણી વગર શ્વાન દોઢ વર્ષ જીવતો રહ્યો એ મનવામાં ન આવે તેવી વાત છે
- વડોદરા વાઈલ્ડ લાઈફ ના રેસ્ક્યુ ટીમ માં RFO જયેશ દુમાદીયા,પુષ્પકભાઈ ,અમિતભાઈ,જાનકીદાસ,ભરત મોરે તથા રાજસિધાર્થ દ્વારા પાંચ કલાક ની જહેમત બાદ કંતાનના થેલા મા સુરક્ષા પૂર્વક દોરડા વડે ખેંચી સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવ્યા
- દોઢ વર્ષ સુધી કૂવામાં આંટાફેરા મારતું રહ્યું, શ્વાન સાથે થોડા સમયથી બિલાડીના બે બચ્ચા પણ કૂવામાં પડેલા જોવા મળ્યા હતા
- ડર દુશ્મનને પણ મિત્ર બનાવી દે છે પોતાના વિપરીત સ્વભાવ થી પર જઈ બિલાડીના બચ્ચા ને માવતર જેવો પ્રેમ આપી સાથે જીવ્યા