Panchmahal
ગોધરા(શહેર) ખાતે મુખ્ય માર્ગ પર થતી ટ્રાફીક સમસ્યાને દુર કરવા ડ્રાઈવ યોજાઈ

પંચમહાલ જિલ્લાના ગોધરા(શહેર)માં મુખ્ય માર્ગ ચર્ચથી બસસ્ટેન્ડ તથા ઓવ૨ બ્રિજ સુધી થતી ટ્રાફીકની સમસ્યાના કારણે જાહેર જનતાને મુશ્કેલી પડતી હોવાથી આ સમસ્યા દૂર કરવા જિલ્લા કલેકટર, પંચમહાલ ગોધરાના આદેશ અનુસાર નાયબ કલેકટર,ગોધરા પ્રાંત ગોધરાની આગેવાની હેઠળ (૧) નાયબ કાર્યપાલક ઈજનેર,માર્ગ અને મકાન વિભાગ,સ્ટેટ (ર) મુખ્ય અધિકારી, નગરપાલિકા ગોધરા (૩) પોલીસ ટ્રાફીક વિભાગ (૪) મહેસુલ વિભાગને સાથે રાખી દબાણ દુર કવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય માર્ગની બંને બાજુએ થયેલ ગેરકાયદેસર પાર્કિંગ તેમજ દુકાનોના આગળના ભાગે ફુટપાથ ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઓટલા દુર કરવામાં આવ્યા તથા લારીઓને સ્વેચ્છાએ હટાવી લેવા સુચના આપવામાં આવી હતી.આ સાથે આશરે ૧૫ જેટલા વાહનો પોલીસ વિભાગ દ્વારા ડીટેઈન કરાયા હતા અને ૨૫ જેટલા દુકાનદારોને કરેલ દબાણો સ્વેચ્છાએ દુર કરવા નોટીસ આપવામાં આવી હતી.૧૫ જેટલી લારીઓને હટાવી જાહેર રસ્તા પર કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવ્યું હતું.દુકાનોના આગળના ભાગે વધારાની કરવામાં આવેલ બિનઅધિકૃત શેડ/છત તેમજ જાહેર માર્ગ ઉપર લગાવેલ બોર્ડ અને હોર્ડિંગ દુર કરાયા છે.
આમ,બિનઅધિકૃત દબાણો દુર કરી ટ્રાફીકની સમસ્યા હલ કરવામાં આવી હતી. તેમજ નાયબ કલેકટર,ગોધરા પ્રાંતે ગોધરા(શહેર)ની જાહેર જનતાને ટ્રાફીકની સમસ્યા ઉભી ન થાય તે રીતે વાહનો પાર્ક કરવા તેમજ આ અંગે સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ મામલતદાર ગોધરા (શહેર)એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.