Connect with us

Surat

કુલિંગ વૉટરની આડમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Published

on

A fake liquor factory was caught under the guise of cooling water

(સુરેન્દ્ર શાહ દ્વારા)

ગાંધીના ગુજરાતમાં બનાવટી અને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડતી ઓલપાડ પોલીસ આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઓલપાડ પોલીસ મથકના પી.આઈ જે.જી મોડ ને પાકી બાતમી મળી હતી કે ઓલપાડ સાયણ રોડ પર ગણેશ ઇન્ડસ્ટ્રીઝ માં કુલિંગ વોટરના કારખાનાની આડમાં કેમિકલ થી બનાવેલ અને લુઝ દેશી દારૂની કોથળીઓ માંથી બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં કેમિકલ યુક્ત પરપ્રાંતિય દારૂ બનાવીને શીલ કરવાનું મોટું કૌભાંડ ચાલે છે.

Advertisement

A fake liquor factory was caught under the guise of cooling water

આ બાતમીના આધારે પોલીસ દ્વારા પોતાના વિશ્વાસુ માણસોની ટીમ બનાવી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ માં છાપો મારતા કેમિકલના પ્લાસ્ટિકના ડ્રમ માંથી લુઝ લાલ કલરની કોથળીઓ મળી આવી હતી તથા વધુ તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીઓની બોટલ સ્ટીકર બુચ તથા સીલીંગ કરવા માટેનું મશીન મળી આવ્યું હતું. કુલિંગ વોટર ની આડમાં બનાવટી દારૂ બનાવી તેનું રીફીલિંગ કરવામાં આ કૌભાંડનું પડદાફાશ થતાં લીકર પ્રેમીઓમાં ફફડાટ વ્યાપી ગયાનું જાણવા મળે છે સૌથી અગત્યની વાત એ છે કે રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી ના મત વિસ્તારમાંથી આટલું મોટું કૌભાંડ પકડાય તે વિચાર માગી લે તેવો વિષય છે પોલીસ દ્વારા છાપો મારતા આ આખુ કૌભાંડ સપાટી પર આવ્યું હતું.

A fake liquor factory was caught under the guise of cooling water

સુરતના ઓલપાડ વિસ્તારના બુટલેગર નો આ નવો કિમીઓ બહાર આવેલ છે આ ઉપરાંત કોઈને શક ના જાય તે માટે કેમિકલ ના ડ્રમ માં લુઝ પેકિંગમાં બહારથી દારૂ લાવવામાં આવતો હતો અને રિફિલિંગ કરવામાં આવતુ કેમિકલ યુક્ત નકલી દારૂ ના નમુના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો કે બુટલેગર દ્વારા પસંદ કરવામાં આવેલ આ જગ્યા આવાવરૂ જગ્યાએ ખાલી પ્લોટ માં ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામ થી વોટર કુલિંગ નો ધંધો કરવામાં આવતો હતો અને તેની આડમાં આટલું મોટું કૌભાંડ ચલાવવામાં હતું.

Advertisement
error: Content is protected !!