Chhota Udepur
અંબાડી પ્રાથમિક શાળામાં ધો.૮ ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
જેતપુરપાવી તાલુકાના અંબાડી પ્રાથમીક શાળા ખાતે ધોરણ- ૮ના બાળકોના વિદાય સમારંભ કાર્યક્રમની ખુબજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ, ભેંસાવહી ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા હરેશભાઇ, શાળાના આચાર્ય, સી.આર.સી કો.ઓર્ડીનેટર, ગામના વડીલ ગણ, યુવાગણ, પંચાયત સભ્યો, એસ.એમ.સી કમિટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ખુબ મોટી સંખ્યામાં બાળકોએ હાજર રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોએ ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણહુતિ કરી હતી.