Chhota Udepur
જેતપુરપાવી તાલુકાના ખટાશ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જેતપુરપાવી તાલુકાના જામ્બા અને ખટાશ ગ્રામ પંચાયતમા ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિપુલ બકુત્રાની જિલ્લા ફેર બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
જેતપુરપાવી તાલુકા ના ખટાશ જામ્બા ગ્રામપંચાયત મા છેલ્લા સાત વર્ષ થી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ બકુત્રા ની તેઓ ના માદરે વતન મોરબી જિલ્લા મા બદલી થતા આજરોજ ખટાશ તેમજ જામ્બા ગ્રામ પંચાયતના સરપંચો થકી તેઓનો વિદાય સમારંભ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિપુલભાઈ બકુત્રાએ ત્રણ વર્ષ થી ખટાશ,જામ્બા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. જેઓની કામગીરીને ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ ગ્રામજનોએ બિરદાવી હતી.
તલાટી વિપુલભાઈ બકુત્રાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે કોઇ પણ જાત ના વિઘ્ન વિના એક જ જિલ્લા અને એક જ તાલુકા મા એક જ સેજામા તમામ સહ કમઁચારીઓ ના સહકાર થી છ થી સાત વર્ષ સુધી ફરજ બજાવી એ બદલ તમામ નો આભાર વ્યક્ત કરું છુ. આ અવસરે ભાવુક થઈ તલાટી વિપુલભાઇએ સૌ ઉપસ્થિત ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ અગ્રણીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ખટાશ જુથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ જામ્બા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયતના કર્મચારી ગણ,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તલાટી વિપુલભાઈ બકુત્રા નુ શાલ ઓઢાળી, ગીફ્ટ આપી ભવ્ય વિદાય આપવામા આવી હતી.