Gujarat

રવેરી ગામે ખેડૂતને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત

Published

on

ઘોઘંબા તાલુકાના રવેરી ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી ઘરે પરત આવતા ખેડૂતનો પગ લપસી જતા વિજ થાંભલાનો તાણ્યો હાથમાં આવી જતા કરંટ લાગ્યો હતો અને ખેડૂત નું ઘટના સ્થળે મોત નીપજતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઘોઘંબા MGVCLની ટીમે ઘટના સ્થળે પહોંચી રીપેરીંગનું કામ હાથ ધર્યું હતું.

રવેરી ગામે રહેતા નરવતસિંહ સુખાભાઈ ઉ.વ.65 ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આજરોજ તેઓ પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી ઘરે પરત આવતા હતા તેઓ રતિલાલના ખેતરનાથી પસાર થતા હતા તે દરમિયાન તેમનો પગ લપસી જતા તેમના હાથમાં વીજ થાંભલાનો તાણ્યો આવી ગયો હતો. તાણીયા ઉપર કરંટ આવતા નરવતસિંહને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું આ બાબતની જાણ તેમના પુત્રને થતાં તેઓ ઘટના સ્થળે પહોચી જઈ 108 ને ફોન કર્યો હતો 108 આવે તે પહેલા ખાનગી વાહન મળતા તેઓ ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે નરવતસિંહને લાવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. રવેરી ગામે કરંટ લાગ્યો હોવાની જાણ ઘોઘંબા MGVCLને કરતા એમજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર એસ.ડી.સોલંકી પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરી દઈ રીપેરીંગ હાથ ધરી વીજ પુરવઠો ફરીથી શરૂ કર્યો હતો કરંટ લાગવાથી મૃત્યુ પામેલા નરવતસિંહના મૃત્યુથી પરિવારજનો ઉપર આ તૂટી પડ્યું હતું અને પરિવાર ઉપર આર્થિક મુશ્કેલીઓ આવવી પડી હતી

Advertisement

Trending

Exit mobile version