Vadodara
સાવલી પંથક ના ખેડૂતપુત્ર એ ખેતી ઉપયોગી ઇલેક્ટ્રિક રોવર નું આવિષ્કાર કર્યુ
સાવલી ના ખેડૂતપુત્ર એ બી,ઇ,મિકેનિકલએન્જિનિયરીંગ નો અભ્યાસ પૂર્ણ કરી વર્તમાન સમયમાં ખેતમજૂરો ની તંગી અને સમય ની બચત થાય તે હેતુ અને પિતાજી ની ખેતી માં ઉપયોગી થાય તેવા કૃષિમણી નામ સાથે રિમોટ અને પ્રોગ્રામિંગ સેટ કરતાં સ્વયંમ સંચાલિત, બેટરી થી ચાલતાં ઇલેક્ટ્રિક રોવર નો આવિષ્કાર કર્યો જે રોવર બિયારણ, ખાતર, અને દવા ઓ ના છંટકાવ માં વપરાશ ની બચત કરેછે, જેને સીવીએમ ના ઓટોએક્સપ્રો માં પણ પ્રદર્શિત કરાયું હતું અને યુનિયન મિનિસ્ટર દ્વારા પ્રોત્સાહિત કરાયુંહતું
ભારત ને કૃષીપ્રધાનદેશ કહેવાય છે અને જગતનોતાત કહેવતો ખેડૂત મોંઘવારી ના માર ઓછા ભાવ અને હાલમાં કમોસમી માવઠા જેવી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી સામનો કરી રહ્યો છે ત્યારે વડોદરાજિલ્લાના સાવલી માં ખેતી કરતાં ભરતભાઇ પટેલ નો પુત્ર નીલ એ બી,ઇ,મિકેનિકલ નો અભ્યાસ પૂર્ણ કરી પિતા ને ખેતીકામ માં મદદરૂપ થાય તેવો આવિષ્કાર કર્યો છે પિતા એ પ્રોત્સાહિત કરતાં પોતાના ભણતર ને સાર્થક કર્યું અને ઔદ્યોગિક એકમો ના કારણે ખેતમજૂરો ની તંગી માં સમય અને આર્થિક બચત થાય તે હેતુ થી એક ઇલેક્ટ્રિકરોવર મશીન નો આવિષ્કાર કરી તેને કૃષીમણી નામ આપ્યું આ ઇલેક્ટ્રિકરોવર ચાર્જેબલ બેટરી થી રિમોટ દ્વારા સંચાલિત થાય છે અને એ પણ વીસેસતા છે જો ખેતર ના માપ પ્રમાણે પ્રોગ્રામિંગ કરવામાં આવેતો તે સ્વંયમ સંચાલિત રીતે ખેતરમાં ખેતી બીજ વાવણી, ખેતરમાં ખાતર નાખવા અને ખેતી ની દવાઓ નો છંટકાવ પણ કરી શકેછે
બિયારણ માં 50 %, ખેતરમાં નાખવામાં આવતાં ખાતર માં 40%, અને દવાઓ ના છંટકાવ માં 35% ની બચત થાયછે આ અદભુત સિદ્ધિ ધરાવતું કૃષીમણી ઇલેક્ટ્રિકવેહિકલ સેગમેન્ટમાં સમાવેશ થાય છે અને ફન્ડીંગ મેળવી તૈયાર કરાયેલા કૃષિમણી ને સી,વી,એમ, ના ઓટો એકસો માં પણ પ્રદર્શિત કરાયું હતું જેમાં યુનિયનમિનિસ્ટર રાજીવ ચંદ્રમોહન એ પણ નિહાળી પ્રસંસા કરી પ્રોત્સાહન આપ્યું હતું અને હવે ટ્રાયલ ના તમામ પાસા નિરીક્ષણ કરી બીઝનેસ મોડલ બનાવવા ની તૈયારીઓ કરી રહ્યા છે જેથી અન્ય ખેડૂતો પણ કૃષીમણી નો લાભ લઇ શકે