Mahisagar
મહીસાગર જિલ્લામાં ચોવીસ ગામ પંચાલ જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો

મહીસાગર જિલ્લા ના સંતરામપુર ખાતે ચોવીસ ગામ પંચાલ જ્ઞાતિ વિકાસ મંડળ માલવણ દ્વારા કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર ને વય વંદના, તેજસ્વી તારલા અને નિવૃત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો આજ રોજ ૨૪ ગામ પંચાલ જ્ઞાતિ વિકાસ મંડળ, માલવણ દ્વારા આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબનો વય વંદના, તેજસ્વી તારલા અને નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

આ સાથે પંચાલ સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ- બહેનો યુવાનો અને તેજસ્વી તારલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.