Vadodara

સાવલી એપીએમસીમાં વિજેતા ધારાસભ્યનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

Published

on

તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ની ચૂંટણી મા જલવંત વિજય પ્રાપ્ત કરનાર ધારાસભ્ય નું સાવલી એપીએમસી દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં સાવલી નગર અને ડેસર સાવલી તાલુકાના સરપંચ એપીએમસી તાલુકા જિલ્લા પંચાયત ના પ્રમુખો સદસ્યો હોદ્દેદારો કાર્યકરો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં અને ફૂલમાલા પહેરાવી ધારાસભ્ય નું સ્વાગત અભિવાદન કરાયું હતું વડોદરાજિલ્લાના સાવલી ની એપીએમસી ખાતે વિધાનસભા ની ચૂંટણી માં જંગી જનમત મેળવી ત્રીજી ટર્મ માટે રિપીટ કરી વિધાનસભા ની ટીકીટ ફાળવી હતી અને વિજેતા થયેલ સાવલી 135 વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર નું સ્વાગત અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું

સાવલી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ના ચેરમેન રાજુભાઈ પટેલ સહિત સાવલી નગર તેમજ ડેસર તાલુકાના એપીએમસી, તાલુકાપંચાયત જિલ્લાપંચાયત, ના પ્રમુખો ઉપપ્રમુખો સદસ્યો સરપંચો હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને વિશાળપુષ્પમાલા પહેરાવી સ્વાગત અભિવાદ કર્યું હતું જ્યારે પ્રાસંગિક પ્રવચન માં સાવલી ડેસર તાલુકા વડોદરા ગ્રામ્ય સહિત 135 વિધાનસભા ના મતદારો નો 37000 હજાર મત ની સરસાઈ થી જીત અપાવવા બદલ કાર્યકરો અને મતદાતાઓ નો ધારાસભ્ય એ આભાર વ્યક્ત કરી જનસેવા ના કાર્યો અવિરતપણે કરતોજ રહીશ અને રાજ્ય સરકાર ની જનકલ્યાણ ની યોજનાઓ ઘેરઘેર પોહચે તે માટે પ્રયત્નશીલ રહીશ નો વિશ્વાસ વ્યક્ત કરી તમામ કાર્યકરો હોદ્દેદારો ને સહકાર આપવા જણાવ્યું હતું

Advertisement

તસ્વીર. ઇકબાલહુસેન લુહાર

Advertisement

Trending

Exit mobile version