Connect with us

Gujarat

હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૪ કેસમાં ૪.૪૫ લાખનો દંડ કરાયો

Published

on

પંચમહાલ જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષાની પ્રોડકટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાંતરે તપાસ દરમ્યાન જોવા મળતા હોય છે. અગાઉ પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજ્યની ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા,જેમાંથી ૪ ખાદ્ય ચીજોના સબસ્ટાન્ડર્ડ રિપોર્ટ જાહેર થયેલ હતા.આથી નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજુરી આદેશના આધારે એડજ્યુડીકેટીગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

જે કેસો ચાલી જતા દંડનીય કાર્યવાહીના ભાગરુપે અત્રેના પંચમહાલ જિલ્લાની પેઢીઓના કુલ-૪ નમુના સબસ્ટાડર્ડ જાહેર થયેલ હોય નિવાસી અધિક કલેકટરે તમામને કુલ મળી રુપિયા ૪.૪૫ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

ફુડ સેફટી એકટ-૨૦૦૬ હેઠળના એડજયુડીકેશન ચુકાદા મુજબ એકતા એજન્સી,શહેરા એકતા બેવરેજીસ, મું.પો.તેલાવ,તા.સાણંદ,જી.અમદાવાદની પેકેજડ ડ્રિંકિંગ વોટર (એ ગ્રેડ -બ્રાન્ડ)ને રૂ. ૧ લાખનો દંડ,બી.એમ.પી. બેવરેનીસ, જી.આઇ.ડી.સી., ગોધરા  પેકેજડ ડ્રિંકિંગ વોટર (શ્રેષ્ટ-બ્રાન્ડ)ને રૂ. ૧.૫૦ લાખનો દંડ, હિતેશ ટ્રેડીંગ કંપની,ગોધરા (સપ્લાયર પેઢીના માલિક),જય બાબા રામદેવ ટ્રેડીંગ કંપની, મું.પો.તા.ઠાસરા

તથા સત્યમ ફુડસ (ઉત્પાદક પેઢી), મું.પો.અડાસ, જી.આણંદની પેઢીને રિફાઈન્ડ કપાસિયા તેલ (સત્યમ બ્રાન્ડ) હેઠળ રૂ. ૧ લાખ ૮૫ હજારનો દંડ જ્યારે સર્વોદય ડેરી ફાર્મ, શહેરા        “પનીર(લુઝ) હેઠળ રૂ. ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર,  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Advertisement

.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!