Surat
પાર્ક કરેલી બાઈકમાં લાગી આગ સુરત વી.ટી.ચોકસી કોલેજ કેમ્પસમાં ઘટી ઘટના

(સુનિલ ગાંજાવાલા સુરત)
રતના ગૌરવ પથ ઉપર આવેલી વી. ટી. ચોકસી કોલેજના કેમ્પસમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. બાઈકમાં એકાએક આગ લાગતા વિદ્યાર્થીઓ દોડતા થઈ ગયા હતા. હાજર લોકોએ આસપાસની બાઈક બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ અને હાજર લોકોએ જાતે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.ગણપતિ ઉત્સવની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન આજે ગણેશજીની પ્રતિમાને કોલેજના કેમ્પસમાં લાવવામાં આવી રહી હતી.
તે દરમિયાન જ એકાએક કોલેજમાં પાર્ક કરેલી ગાડીઓ પૈકીની એક બાઈક સળગી ઊઠી હતી. પાર્ક કરેલી બાઈકમાં આગ લાગતા જ વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. જોતજોતામાં આખેઆખી બાઈક બળીને ખાક થઈ ગઈ હતી. અન્ય બાઈકો પણ આગની લપેટમાં આવી ન જાય તેના માટે સળગતી બાઇકની બાજુમાં પાર્ક કરેલી અન્ય બાઈકોને પણ વિદ્યાર્થીઓએ ખેંચીને ત્યાંથી દૂર કરી લીધી હતી.
બાઈકમાં આગ લાગતા વિદ્યાર્થીઓએ પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પાણીની બોટલો અને ડોલ વડે પાણી સળગતી બાઇક ઉપર નાખીને ઓલવાનો પ્રયાસ કર્યો હતો. એક જ બાઈકમાં લાગતા વિદ્યાર્થીઓએ ફાયર વિભાગને જાણ કરી ન હતી. સળગતી બાઇકને અન્ય બાઈક કરતાં અલગ કરી દેતા અન્ય કોઈ બાઈકોને નુકસાન થયું ન હતું.