Gujarat

શોર્ટસર્કિટ ના કારણે લકુશીલ નગર સોસાયટીના મકાનમાં લાગી આગ,ફાયર ફાયટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

Published

on

હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ લકુશીલ નગર સોસાયટીના એક મકાનમાં શોર્ટસર્કિટ ને કારણે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.બનાવ ની જાણ હાલોલ નગરપાલિકાના ફાયર ફાયટરને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રસોડા માં લાગેલી આગ આખા મકાનમાં ફેલાય તે પહેલા આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવતા મકાન માલિક અને આજુબાજુ ના રહીશોએ હાસકારો અનુભવ્યો હતો.હાલોલ ના કંજરી રોડ ઉપર આવેલી લકુલીશ નગર સોસાયટી માં રહેતા મહેન્દ્રભાઈ ભુલાભાઈ પ્રજાપતિ ના મકાન માં આજે બપોરે આગ લાગતા અફરાતફરી મચી હતી.મકાન માંથી ધુમાડા ના ગોટેગોટા નીકળતા ફાયર ટીમ ને જાણ કરવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ મકાન ના રસોડામાં ઇલેક્ટ્રિક બોર્ડ માં શોર્ટસર્કિટ થતા આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.રસોડામાં રાખવામાં આવેલુ  સમાન આગ ની ઝપટ માં આવી જતા સામાન્ય નુકશાન થવા પામ્યું છે.આગ બાદ ધુમાડા ના ગોટા જોતા આજુબાજુ ના રહીશો એકઠા થઇ ગયા હતા. પહેલા માળે આગ લાગી હોવાથી ફાયર ની ટીમે આવી આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેતા આગ રસોડા પૂરતી સીમિત રહી હતી.મકાન મલિક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ઈલેક્ટ્રીક બોર્ડમાં પંખાના રેગ્યુલેટર માં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.જેમાં એક તરફ ના ભાગ માં રાખેલું કમાડ અને ડબ્બા સહિત નો સમાન આગની ઝપટ માં આવી ગયો હતો.હાલોલ ફાયર ની ટીમ એ સમયસર આવી આગ ઉપર નિયંત્રણ મેળવી લેતા આગ વધુ ફેલાઈ ન હતી અને કોઈ મોટું નુકસાન ન થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

Trending

Exit mobile version