Chhota Udepur
બીપરજોય વાવાઝોડા ના કારણે થાંભલા ઉપર અડથીંગ થયુ મોબાઇલની દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ
(પ્રતિનિધિ, કાજર બારીયા)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના સટુંણ ગામે મોબાઇલની દુકાન માં આગ લાગ્યા નો બનાવ ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાએ વિનાશ વેરતા દુકાનોના મકાનોને વેર વિખેર કરી નાખ્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. આ વાવાઝોડાની અસર જેતપુરપાવી પંથકમાં પણ થઈ હતી. જેતપુરપાવી તાલુકાના સટુંન ગામે વાવાઝોડા અને વરસાદથી ટાઈગર મોબાઇલ શોપ માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નવા તેમજ જૂના મોબાઇલ બળી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. ગઈકાલે દિવસે બીપરજોય વાવાઝોડા ની અસરના કારણે આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો પવનના કારણે નજીકના થાંભલે અર્થીંગ સર્જાતા તનખા ઉડતા જોવા મળ્યા હતા. જેના કારણે ટાઈગર મોબાઇલ શોપ માં શોર્ટ સર્કિટ થઈ હતી. અને જેના કારણે દુકાનમાં આગ ભભૂકી ઊઠી હતી.
દુકાન સંચાલક જીગ્નેશભાઈ રાઠવા સમય સૂચકતા વાપરી દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અને મેન સ્વીચ બંધ કરી વીજળીના પ્રવાહને રોક્યો હતો. ત્યારબાદ આજુબાજુના લોકો તથા દુકાન સંચાલક દ્વારા હાથવગા સાધન વડે પાણીનો છંટકાવ કરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ ઓલવાય એ પહેલા મોબાઇલની દુકાનમાં લાખો રૂપિયાના મોબાઈલ તેમજ ફર્નિચર બળી ગયું હતું. દુકાનદાર નું ગુજરાન મોબાઇલની દુકાન થકી થતું હોય દુકાનદાર આર્થિક ભીંસમાં આવી ગયો હતો તંત્ર દ્વારા દુકાનનું સર્વે કરી આર્થિક સહાય કરવામાં આવે તેવી દુકાન સંચાલકે માંગણી કરી હતી.