Surat
એમેઝોન નદીમાં દેખાતી માછલી મીંઢોળા નદીમાંથી મળી આવી
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામથી પસાર થતી મીંઢોળા નદીમાંથી એક અજુગતા પ્રકારની માછલી મળી આવી હતી. આ માછલીની ઓળખ સકરમાઉથ કેટફિશ તરીકે થઈ હતી.મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાના મલેકપોર ગામમાં રહેતા પ્રકાશભાઈ રાઠોડ મંગળવારના રોજ મીંઢોળા નદીમાં માછલી પકડવા ગયા હતા. ત્યારે તેમની જાળમાં આ વિચિત્ર પ્રકારની માછલી આવી જતાં તે ગભરાય ગયા હતાવિચિત્ર પ્રકારની માછલી પકડાય હોવાની વાત વાયુવેગે પ્રસરતા પ્રકાશભાઈના ઘરે લોક ટોળું એકત્રિત થઈ ગયું હતું. દરમિયાન આ અંગેની જાણ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડને થતાં તેમણે સ્થળ પર જોઈને માછલીનું નિરીક્ષણ કરતાં આ માછલી સકર માઉથ કેટફિશ હોવાનું જાણવા મળ્યું હતું. સકર માઉથ કેટફીશ એમઝોન નદીમાં જોવા મળે છે.
આ માછલની ચાર આંખો હોય છે. આ માછલી ખાસ એક્વેરીયમમાં રાખવામાં આવે છે. જયારે આ માછલી નાની હોય છે ત્યારે તે ખુબ સુંદર દેખાય છે.આ માછલી નાની હોય ત્યારે માછલીઘરમાં રાખવામાં આવે છે. તે ફિશટેન્કમાં પાણી ચોખ્ખું રાખતી હોય તેનો ઉપયોગ માછલીઘરમાં થતો હોય છે. પરંતુ તે મોટી થતાં જ અન્ય માછલીઓનો શિકાર કરતી હોય છે. માછલીની ખાસિયત એ છે કે તે એક દિવસ સુધી પાણી વગર અને પાંચ દિવસ સુધી ભૂખી રહી શકે છે. આ માછલી ત્રણ ફૂટથી પણ વધુ લાંબી થઈ શકે છે. વધુમાં જાણવા મળ્યું હતું કે આ માછલીને પલસાણા વનવિભાગને આપી દેવામાં આવશે અને આગળની કાર્યવાહી ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ કરવામાં આવશે.