Dahod
ઝાલોદ નગરમાં રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે પોલિસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરાયું

(પંકજ પંડિત દ્વારા)
આગામી તારીખ 20-06-2023 મંગળવારના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની પૂર્વ તૈયારી રૂપે પોલિસ તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું. ઝાલોદ તાલુકાના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની સુચના મુજબ નગરના રથયાત્રાના રૂટ પર પોલિસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજાયું હતું. આ ફૂટ પેટ્રોલીંગ પી.એસ.આઇ રાઠવા તેમજ પી.એસ.આઇ રાઠોડના નેજા હેઠળ નીકળ્યું હતું. પોલિસ તંત્ર દ્વારા સાથે સાથે રસ્તામાં ટ્રાફિક નિયમનનું ભંગ કરતા રોડ પર પાર્કિંગ કરેલ વાહનો પર પણ લાલ આંખ કરી હતી તેમજ ટ્રાફિક નિયમન અંગે બરાબર પાર્કિંગ ન કરેલ વાહનોના માલિકોને ટકોર પણ કરી હતી.