Connect with us

Gujarat

દૂધીના થેલા માં દારૂ વેમાલીમાં શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશીદારૂ ઝડપાયો

Published

on

(સાવલી તા.૨૧)

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ વેમાલી ગામની સીમમાં સિદ્ધાર્થ એનેક્ષર માં ઉભેલા આઇસર માંથી ૧૦૩૨૦ નંગ વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂપિયા ૧૫,૩૨૦૦૦ નો મુદ્દા માલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાની માહિતીના પગલે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે દારૂ જુગાર ની પ્રવૃત્તિ કરતા ઈસમો પર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ હતી જેના પગલે મંજુસર પીઆઇ કૌશિક સિસોદિયાએ પોતાના સ્ટાફને તેમજ બાતમીદારોને એક્ટિવ કરીને જરૂર સૂચનો આપીને કામે લગાડ્યા હતા તેવામાં ગત રાત્રિના સમયે વાહન ચેકિંગ દરમિયાન માહિતી મળેલ કે વેમાલી ગામની સીમમાં આવેલ સિદ્ધાર્થ એનેક્ષરમાં એક આઇસર ગાડી દુધી ભરીને ઉભી છે તેમાં વિદેશી દારૂનો જથ્થો છે બાતમીના પગલે પોલીસની ટીમ શક્તિસિંહ તેમજ વિપુલભાઈ રવિન્દ્રસિંહ અને ધવલસિંહ સહિતની ટીમે એક આઇસર નંબર એમ એચ ૧૮ બી જી ૭૧૯૧ જે પાર્કિંગમાં ટેમ્પો ઉભો હતો તેને પ્લાસ્ટિક હટાવીને ચેક કરતા પ્લાસ્ટિકની થેલીમાં દુધીયો ભરેલી હતી વધુ તપાસ કરતાં દૂધીની થેલીઓની નીચે વિવિધ બ્રાન્ડની 350 નંગ પેટીઓ બોટલ નંગ૧૦૩૦૦ રૂપિયા ૧૦,૩૨૦૦૦ તેમજ આઇસર ટેમ્પો ૫,૦૦૦૦૦ તેમજ શાકભાજી દૂધીના થેલા 70 નંગ મળી કુલ રૂપિયા ૧૫,૩૨૦૦૦ નો મુદ્દા માલ ઝડપીને ટેમ્પો ચાલક તેમજ આ જથ્થો સપ્લાય કરનાર અને જથ્થો મંગાવનાર ને ફરાર જાહેર કરીને તપાસ હાથ ધરી છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!