Panchmahal

ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા નિ: શુલ્ક દાંતની તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

Published

on

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનાં રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ , રણજીતનગર ના સી .એસ. આર વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ તારીખ :૨૦/૦૧/૨૦૨૩, શુક્રવાર ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિ: શુલ્ક દાંતની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ અંતર્ગત કેમ્પ ના ડૉ. વિજીતા વૈદ્ય (બી. ડી.એસ) દ્વારા દાંતની આરોગ્ય જાળવણી તથા દાંતને લગતા રોગ તથા રોગ ના થાય તે માટેની કાળજી વિષયક જાણકારી આપવામાં આવી, તેમજ વધુમાં જણાય તો સારવાર માટે રાહતદરે સારવાર માટે સૂચના આપવામાં આવી હતી. આમ નિ: શુલ્ક દાંતની તપાસ માટેના કેમ્પમાં કુલ 88 દાંતના દર્દીઓ એ તપાસ કરાવી હતી.

Advertisement

આ નિ:શુલ્ક દાંતની તપાસ કેમ્પ માં રણજીતનગર ગામ ના ઉપ સરપંચ મિત્તલ પટેલ, તેમજ ગામના અગ્રણી શૈલેષ પટેલ, અશ્વિનભાઈ પટેલ,ઠાકોરભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, નાથકુવા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version