Kheda
અંઘાડી ખાતે નિશુલ્ક તમામ રોગો નો નિદાન કેમ્પ યોજાયો
(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
જન જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, અંઘાડી તથા શેખ સમાજ ઠાસરા,ગળતેશ્વર તાલુકાના સંયુક્ત ઉપક્રમે અલ નાઝ.હોસ્પિટલ પરીવાર ઉમરેઠ ના સહયોગ થી મફત નિદાન કેમ્પ ગ્રામ પંચાયત કચેરી અંઘાડી ખાતે યોજવામાં આવ્યો હતો
અલ નાઝ હોસ્પિટલ પરીવાર ના ડો.ઇસ્તિયાક બેલીમ નાઓ તથા શેખ સમાજ ઠાસરા ગળતેશ્વર તાલુકાના ના સહયોગ થી આજ રોજ ગ્રામ પંચાયત અંઘાડી ખાતે મફત નિદાન કેમ્પ.જેમાં ડાયાબિટીસ,હદયના રોગો,લો/હાઈ બ્લડ પ્રેશર(બી.પી), થાઇરોઇડ,કિડનીને. લગતી બીમારી,પથરી,પેટ,લીવર અને આંતરડા ને લગતી બીમારી,ઝાડા ઉલટી,તાવ,કમળો,ખેંચ,અસ્થમા, શ્વાસ ને લગતી બીમારી, ટી.બી ,ન્યૂમોનિયા,ડેન્ગ્યુ,મેલેરિયા,ચામડી ના રોગો,વગેરે ની નાની મોટી બીમારીઓ નું મફત નિદાન કેમ્પ રાખવામાં આવેલ જેમાં અંઘાડી તેમજ.આજુબાજુ ના લોકો એ મોટી સંખ્યામાં આ કેમ્પ નો લાભ લીધો હતો.
આ કેમ્પ માં મહેબુબમીયા વાય શેખ (પ્રમુખ જન જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ),(શેખ સમાજ ઠાસરા ગળતેશ્વર તાલુકો),શાંતિલાલ (એ.એસ.આઇ.ઉપ પ્રમુખ) ,(જન જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ), યાસિન ભાઈ શેખ સહિત ઉમરેઠ શહેર ના અગ્રણીઓ એ હાજરી આપી હતી