Panchmahal
ઘોઘંબા માં વિનામૂલ્યે આંખ તપાસનો કેમ્પ યોજાયો
(સુરેન્દ્ર શાહ દ્વારા)
ઘોઘંબા એપીએમસીના ચેરમેન મહેન્દ્રભાઈ પરમાર ઉર્ફે ગગાભાઈ પ્રગ્નેશ શાહ તથા પ્રકાશ સોનીના સહિયારા પ્રયાસોથી આજરોજ ઘોઘંબા ખાતે આંખ તપાસ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના સમા સાવલી રોડ ઉપર આવેલ બરોડા આઈ ઇન્સ્ટિટયૂટ ના નિષ્ણાંત ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી તથા જરૂરિયાત મંદ દર્દીઓને માત્ર સો રૂપિયા જેવા નજીવી કિંમતે ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ જ ડોક્ટરના વડોદરા ખાતેના દવાખાને આંખ તપાસ માટે જતા દર્દીઓ પાસેથી રૂપિયા 700 ની તપાસ ફી લેવામાં આવે છે પરંતુ ઘોઘંબા ખાતેના જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને વિનામૂલ્યે આંખની તપાસ કરી સસ્તા દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા બાદ ઘોઘંબાના અગ્રણી ગગાભાઈ, પ્રકાશ સોની તથા પ્રગ્નેશ શાહે ડોક્ટર મહેતા તથા તેમના સ્ટાફનો આભાર માની તેઓને યાદગીરી રૂપે સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું.
ડોક્ટરની આ સેવા ભાવનાને ઘોઘંબા ના નાગરિકોએ પણ બિરદાવી હતી તથા ડોક્ટર દ્વારા સધિયારો આપવામાં આવ્યો હતો કે ફરી જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો સમાચાર મોકલાવજો. હું તમારી સગવડે ઘોઘંબા ખાતે સેવા આપવા માટે જરૂર પધારીશ આજે 55 દર્દીઓની આંખ તપાસ કરતા મને આનંદની લાગણી થઈ અને તમે લોકોએ મને જે સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ આપ સૌનો હૃદય પૂર્વક વિનમ્રતાપૂર્વક આભાર માનું છું