Gujarat
સજોરા ગામે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ..

આજ રોજ ઘોઘંબા તાલુકા ના સાજોરા ગામ ખાતે માઁ આશાપુરા મંદિર ના પટાંગણમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ દેવરાજસિહ બારીઆ તેમજ વકીલ મહેશસિંહ બારીઆ તેમજ ડૉ ધર્મેન્દ્રસિંહ બારીઆ તેમજ સામાજિક કાર્યકર હિતેશસિંહ બારીઆ ઓ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 300 જેટલા દર્દીઓએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો..
ઉલેખખનીય છે કે ઘોઘંબા તાલુકાના અંતર્યાળ ગામો માં લોકોની આજીવિકા ખેતી અને મજૂરી ઉપર નિર્ભર છે.. તેવામાં સેવાભાવી યુવાનો દ્વારા સેવાકીય પ્રવુતિ કરવામાં આવી..આ મેડિકલ ચેકઅપ કેમ્પ માં બીમારી ઓની દવા અને ઉપચાર બિલકુલ નીશુલ્ક દરે આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ વિસ્તારોમાં વિવિધ પ્રકારની મેડિકલ ઇમરજન્સી ની પણ સમજણ આપવામાં આવી હતી.