Connect with us

Vadodara

મોટીઢલી મોડેલ ડે સ્કુલ ખાતે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જનરલ મેડીકલ તપાસ અને સારવાર કેમ્પ યોજાયો

Published

on

A general medical check-up and treatment camp was organized by the Shroff Foundation Trust at Motidhali Model Day School

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

આજ રોજ મોટીઢલી મોડેલ ડે સ્કુલ ખાતે સિકલસેલ એનિમીયા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના મુખ્ય શિક્ષક અરવિંદભાઈ રાઠવા, મોટીઢલી ક્લસ્ટરના સી.આર.સી રણજીતસિંહ એફ રાઠવા તેમજ મોડેલ ડે સ્કુલ તમામ શિક્ષકોની ઉપસ્થિતિમાં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સિકલસેલ એનિમીયા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં લેબ ટેકનિશીયન દિનેશભાઈ અને સંજયભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સિકલસેલ ટ્રેઈટ અને સિકલસેલ ડિસિઝ વિશે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે,સિકલસેલ એનિમીયારોગ વારસાગત લોહીની અવ્યવસ્થિત અનિયમિતતાનો રોગ છે.

A general medical check-up and treatment camp was organized by the Shroff Foundation Trust at Motidhali Model Day School

જેમાં લોહીના રક્તકણો વિચિત્ર દાતરડા જેવો આકાર ધારણ કરે છે, અને તેને કારણે લોહીના કણોની લચનીયતા ઘટે છે, અને તેને પરિણામે અનેકવિધ બીમારીઓ પેદા થાય છે. સિકલસેલ એનિમીયા એ વંશીય વિકૃત્તિ છે, જે આદિવાસી વિસ્તારમાં સમશેષ જોવા મળે છે.વધુમાં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટનો સ્ટાફ દરેક વિદ્યાર્થીઓનું બ્લડ લઈને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયેલ હતું.

Advertisement
error: Content is protected !!