Gujarat
ઘોઘંબા ખાતે આરોગ્ય કર્મચારી મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મનીષભાઈ રાઠવા અને તેમની ટીમ દ્વારા “આરોગ્ય કર્મચારી મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ ” રાખવામાં આવ્યો.જેમાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મહામંત્રી સિદ્ધરાજસિંહ સોલંકી, મુખ્ય કન્વીનર હિરેનભાઈ પટેલ અને ખજાનચી રમેશભાઈ પરમારે હાજરી આપીને કર્મચારીઓ સાથે અગત્યની ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત ધારાસભ્યએ જણાવ્યું કે આરોગ્યના કર્મચારીઓ સમાજના ઘડતરરૂપ અગત્યનો પાયો છે તેમ જણાવ્યું હતું.