Vadodara
વડોદરામાં જિલ્લામાં આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ડેસરની વૈજનાથ વિધ્યાલયની વિદ્યાર્થીનીએ મેવાલ્યો પ્રથમ ક્રમ

શ્રી વૈજનાથ વિધ્યાલય નુ ગૌરવ
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વડોદરા જીલ્લા સમિતિ દ્વારા સમગ્ર જીલ્લા ના તમામ તાલુકાની પ્રાથમીક અને માધ્યમીક શાળાઓ ના વિધ્યાર્થીઓ મા ભારતીય સંસ્કૃતિ ની શ્રેષ્ટતા, ગૌરવ, ગરિમા અસ્તિત્વ ની જાણકારી મળી રહે તેમજ સાંસ્કૃતિક ચેતના જાગૃત કરવા ઇમાનદારી, જવાબદારી, બહાદુરી જેવા શિક્ષણ થી વિવેકી તેમજ સફળ જિવન ના ઘડતર ની પ્રેરણા મળી રહે તે હેતુ થી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા નુ આયોજન કર્યુ હતુ. જેમા ડેસર તાલુકા ની શ્રી વૈજનાથ વિધ્યાલય વેજપુરની વિદ્યાર્થીની નિશાબેન ભરતભાઇ વસાવા વડોદરા જિલ્લા મા પ્રથમ ક્રમમા આવી શાળા તેમજ સમગ્ર તાલુકા નુ ગૌરવ વધારેલ છે તે બદલ ડેસર તાલુકા ગાયત્રી પરીજનો નળવંતસિંહ પરમાર શાહેપુરા, અમીતકુમાર રાઉલજી છાલીયર, નરવતસિંહ રાઠોડ તથા નરેન્દ્રસિંહ રાઠોડ શીરના મુવાડા વિદ્યાર્થીની તેમજ શ્રી વૈજનાથ વિદ્યાલય શિક્ષકગણ ને હ્રદય પુર્વક અભીનંદન પાઠવ્યા હતા