Connect with us

Uncategorized

પાવીજેતપુર હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

Published

on

 

શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ,પાવીજેતપુરમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ભવ્ય ઉજવણી  શાળાના આનંદ ભવન હોલમાં પાવીજેતપુર નગરના પી.આઈ એલ.પી.રાણા ના અધ્યક્ષ સ્થાને  કરવામાં આવી હતી. કાશીપુરા હાઇસ્કૂલના આચાર્ય સચિનભાઈ પંચાલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા .શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનુ પુષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણિત મંડળના કન્વીનર એચ.આર.રાઠવા  દ્વારા શ્રીનિવાસ રામાનુજનના જીવન-કવનનો પરિચય આપવામાં આવ્યો અને આજના આ ગણિત પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને રમતા-રમતા ગણિત સમજાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધોરણ-૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૬૦ કેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી.જેમાં ૨૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ગણિતના જુદા જુદા સૂત્રો નિયમો અને ગણતરી સરળતાથી કરી શકાય તેવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા.જુદા જુદા ભૌમિતિક આકારોના મોડલ પણ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ગણિતને લગતી તમામ પ્રકારની માહિતી ચાર્ટ અને પ્રોજેક્ટ દ્વારા રજૂ કરવામાં આવી હતી.તેમને ગણિતના ગીત દ્વારા મનુષ્યના જીવન માં ગણિતનું શુ મહત્વ છે તે સમજાવ્યું હતું.

Advertisement

પોલીસ ઇન્સ્પેક્ટરએલ.પી.રાણા દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત વિષયમાં રુચિ ઉત્પન્ન થાય તેવા આ પ્રયાસોને બિરદાવ્યા અને સાંપ્રત સમયની સમયમાં મોબાઈલના વધુ પડતાં બિનજરૂરી ઉપયોગ ટાળવા અને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત સમજ આપી હતી.વિદ્યાર્થીઓ શાળામાં આવીને ખૂબ સારુ ભણતર પ્રાપ્ત કરી જીવનમાં ખૂબ આગળ વધે એવી  શુભેચ્છા પાઠવી હતી.

દીપ પ્રાગટ્ય દ્વારા આ “ગણિત પ્રદર્શનને” ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પી.આઇ. એલ.પી.રાણા દ્વારા આ તમામ કૃતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં. નાના ભૂલકાઓના વર્ગમાં જઈને તેમની સાથે હળવી મજાક મસ્તી કરી પોલીસનો ડર દૂર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બાળકોને ચોકલેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતાં.

Advertisement

શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ ગણિત પ્રદર્શન નિહાળી આનંદિત થયાં હતા .નિર્ણાયકો દ્વારા ધોરણ- ૬ થી ૮ માં ટાઈપ ઓફ એંગલને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરવામાં આવી હતી.તેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ-૧.બામણીયા અર્પિતા ૨.કરાચીવાલા ઝૈનબ ૩.ગોસાઈ દિયા ૪.રાઠવા કાજલ

તજજ્ઞ નિર્ણાયકો દ્રારા માધ્યમિક વિભાગમાંથી ‘૩ ડિ આકારો’ ને શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવામાં આવી હતી. આ શ્રેષ્ઠ કૃતિમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ૧. રાઠવા ધારીણીબેન.એમ  ૨.રાઠવા અંશુબેન.એન.

Advertisement

શાળાના આચાર્ય સંજયભાઈ શાહએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમને માર્ગ દર્શિત કરનાર સર્વ શિક્ષકોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

પ્રતિનિધિ, કાજર બારીયા

Advertisement

અવધ એક્સપ્રેસ તા.૨૫

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!