Connect with us

Panchmahal

ઘોઘંબા ખાતે રાઠવા સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું

Published

on

A grand convention of the Rathwa Samaj was held at Ghoghamba

પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના એચ.એસ.વરીયા હાઇસ્કુલ સામે રાઠવા સમાજનું મહા સંમેલન યોજાયું હતું અને કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમાજના વિવિધ પ્રશ્નો જેવા કે અલગ અલગ સામાજિક વહેવારો અને એના કારણે પેદા થતા ગામ ફળિયા લેવલે કુસંપ, સામાજિક વહેવારો ની નાની મોટી બાબતો ના સમાજ રાહે નિકાલ થાય અને પોલીસ કેસ થવા,શિક્ષણ નો વ્યાપ વધે તે માટે ના પ્રયત્નો કરી, વ્યસન નાબુદી અને સામાજિક એકતા ની ચર્ચા વિચારણા કરી સમાજના ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યા હતા

A grand convention of the Rathwa Samaj was held at Ghoghamba

આ મહા સંમેલનમાં અધ્યક્ષ સ્થાને રમેશભાઈ રાઠવા જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ અને ઉપાધ્યક્ષ કલસિંગભાઈ રાઠવા અને સમાજના આગેવાનો,વડીલો,પધાધિકારીઓ, સાધુ સંતો, સરપંચો, અને સમાજના શુભ ચિંતકો તેમજ રાજકીય આગેવાનો એક મંચ પર આવી સમાજની એકતા અને સર્વાંગી વિકાસ માટે સમાજના રીતરિવાજો અને સમાજના વહેવારો સમાજના આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કરી દરેક ગરીબ થી અમીર ને એક સમાન સરખા નીતિ નિયમો બનાવી સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે

Advertisement

જેમાં આદિવાસી સમાજમાં વાગતા અશ્લિલ ગીતો પર સદંતર પ્રતિબંધ મુકવા માં આવ્યો છે અને મહિલાઓને સમાજમાં સમ્માન આપવા સમાજમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અશ્લીલ ગીતો દ્વારા મહિલાઓનું સમ્માન ન જળવાતું હોવાથી અશ્લીલ ગીતો વગાડનાર કે ગીત બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને સમાજના યુવાનો અને યુવતીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે શિક્ષણ પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો હતો રાઠવા સમાજમાં લગ્ન પ્રસંગમાં ફક્ત એક જ દિવસ એટલે કે ગોતરડાના દિવસે રાત્રે એટલું જ વગાડવું અને એક થી વધારે ડીજે તેમજ વરઘોડો માં કે જાન માં ડીજે લાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેમાં મરણ પ્રસંગમાં લોહીના સંબંધો સિવાય અને લગ્ન પ્રસંગમાં ઓઢાઢવા માં આવતા કાપડ પર પણ સદંતર બંધ કરવામાં આવ્યા છે જેવા અનેક લગ્નના લેવામાં આવતા દાંપા અને દાવાઓનું બંધારણ ઘડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચમહાલ- દાહોદ અને છોટાઉદેપુર સહિત વડોદરા જિલ્લાના રાઠવા સમાજના આગેવાનો, અગ્રણીઓ, સરપંચો સહિત ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને દરેક રાઠવા સમાજની કમિટી દ્વારા દરેક ગામમાં સમિતિ બનાવી બંધારણનો અમલ કરવા તાકીદ કરવામાં આવી હતી.

  • પંચમહાલ-દાહોદ અને છોટાઉદેપુરના રાઠવા સમાજનું મહાસંમેલન યોજાયું
  • સમાજમાં વાગતા અશ્લિલ ગીતો પર સદંતર પ્રતિબંધ મુકવા માં આવ્યો
  • સમાજના શુભ ચિંતકો,રાજકીય આગેવાનો એક મંચ પર આવી સમાજની એકતા અને સર્વાંગી વિકાસ માટે રીતરિવાજો અને વહેવારોનું બંધારણ ઘડવામાં આવ્યું
error: Content is protected !!