Panchmahal
સંત આશ્રમ દેવપુરા મુકામે ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

(ગોકુળ પંચાલ દ્વારા)
ગુરુના આશીર્વાદ લેવા ભક્તોની ભીડ સંતગુરુ વિક્રમદાસ મહારાજના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી
ધામધૂમથી કરવામાં આવી ઘોઘંબા તાલુકાના પ્રખર વક્તા ગુરુ સંત વિક્રમદાસ મહારાજના આશ્રમ ખાતે આજ રોજ હજારો ભક્તોની હાજરીમાં ગુરુપૂર્ણિમા ની શ્રદ્ધા અને ભાવથી ઉજવણી કરવામાં આવી જેમાં સંત વિક્રમદાસ મહારાજના શિષ્ય દ્વારા ગુરુજીને કંકુ તિલક તથા ફૂલહાર તેમજ હાથમાં શ્રીફળ અને દક્ષિણા આપી સંત વિક્રમદાસ મહારાજની પૂજા અર્ચન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા ના હજારો ભક્તો લાભ લીધો હતો.