Panchmahal
ખાનકાહે એહલે સુન્નતનાં ઉપક્રમે ઇદે ચિશતિયાનું ભવ્ય જુલૂસ નીકળ્યું.

સમગ્ર ભારતના સુફી જગતના મહારાજા અજમેર વાળા હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીનાં વાર્ષિક ઉર્સ એટલે કે ઇદે ચિશ્તિયા નિમિત્તે વડોદરા શહેરની સુપ્રસિદ્ધ ખાનકાહે એટલે સુન્નતના ઉપક્રમે શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમી એકતાના પ્રતિક રૂપે અજમેર વાળા ખ્વાજા સાહેબનો ઉર્ષ વિશ્વભરમાં ઠેક ઠેકાણે ઉજવાય છે.જેમાં કુરાન પઠન મેહફીલે મિલાદ, વાઅઝ અને જુલુંસોના આયોજન થાય છે.વડવાઓની પરંપરા મુજબ આ વર્ષે પણ વડોદરા શહેરની ખાનકાહે એહલે સુન્નતના સજ્જાદા નસીન હજરત પીર સૈયદ મોઇનુદ્દીન કાદરી ચિશ્તી સાહેબની રાહબરી હેઠળ ખાટકીવાળા કાદરી ચોકથી ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.આ જુલુસમાં ઘોડે સવાર, અલમ મુબારક, શણગારેલા વાહનો અને મિલાદ તથા રાતીબે રિફાઈ ની પાર્ટીઓ સાથે નીકળેલ જુલુસ સમગ્ર વાતાવરણ ખ્વાજા મય થઈ ગયું હતું.
જ્યારે ખ્વાજા ગરીબ નવાજ ની યાદમાં નીકળેલું જુલૂસ શહેરના વિભિન્ન માર્ગો એ ફરી સમી સાંજે ચિસ્તી નિઝામી પીર અઝીમે મિલ્લતની દરગાહ પાસે મેમન કોલોની ખાતે સંપન્ન થતા સભાના રૂપમાં ફેરવાયું હતું જ્યાં ખતમે ખ્વાજા કુલ શરીફ અને સલાતો સલામ બાદ ભવ્ય ચિશ્તિયા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે આ પ્રસંગે ખાનકાહે એહલે સુન્નત નાં સજ્જાદા નશીન સૈયદ અમિરુદ્દુંન બાબા કાદરી, સૈયદ કબિરુદ્દિંન બાબા કાદરી પણ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે દેશના રૂહાની રાજા ખ્વાજાની યાદ માં યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક શહેરોથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.
રિપોર્ટર. કાદીર દાઢી
હાલોલ.પંચમહાલ