Panchmahal
હાલોલમાં ઇદે ગૌસીયાની ઉજવણી નિમિતે નગરમાં નીકળ્યુ ભવ્ય ઝુલુસ.

કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં ઇદે ગૌસીયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આ ઉજવણી બગદાદ વાળા પીર હઝરત શેખ સૈયદ અબ્દુલ કાદીર જીલાની નાં પવિત્ર પર્વ જશ્ને ઇદે ગૌસીયા એટલે કે ગ્યારવી શરીફના મુબારક દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ નગરમાં ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું જે હાલોલના કસ્બા હુસેની ચોક ખાતેથી એક ભવ્ય જુલુસ નીકળ્યું હતું.જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત હુસેની ચોક કસ્બા ખાતે આવી પહોંચ્યું હતું અને સલાતો સલામ બાદ દુવા કરવામાં આવી હતી.
અને ત્યારબાદ હુસેની ચોક કસ્બા ખાતે ગૌસીયા કમિટી દ્વારા આમ નિયાજ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકિદત મંદો ઉમટયા હતા અને નિયાજ નો લાભ લીધો હતો.જ્યારે આ ઉજવણી ને લઇ નાના ભૂલકાઓ સહિત મોટા લોકો પણ અવનવા પોષાક માં જોવા મળ્યા હતા.