Connect with us

Chhota Udepur

પાવી જેતપુર નગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદ નિમિતે ભવ્ય જુલુસ કાઢ્યું

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

પાવી જેતપુર નગરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ હિજરી સન 570 ના ત્રીજા માસમાં એટલે રબીઉલ અવ્વલની 12મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો ત્યારથી મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિનને ઈદે મિલાદુન્નબી તરીકે મનાવવામાં આવે છે. ઈદ નો મતલબ ખુશી અને મિલાદુન્નનબી નો મતલબ નબીના જન્મ ની ખુશી એટલે તેમના જન્મદિનને ઈદે મિલાદુન્નબી તરીકે ઓળખવામાં આવે છે . ઈદે મિલાદ પર્વ નિમિત્તે પાવી જેતપુર નગર માં વસતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અને નગરમાં સ્કાઉટ બેન્ડ સાથે ભવ્ય જુલુશ કાઢવામાં આવ્યું હતું નગરમાં યોજાયેલ જુલુસમાં દાઉદી વ્હોરા સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નગરના દાઉદી ખત્રી ફળિયા થી જુલૂસ સ્કાઉટ બેન્ડ સાથે નગરના બસ સ્ટેન્ડ, તિનબત્તી, દાંડિયા બજાર થઈ બસ સ્ટેન્ડ ખાતે  ફર્યું હતું અને દરેક સમાજ્નો દ્વારા સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!