Chhota Udepur
વિકસિત સંકલ્પ યાત્રા પાવી-જેતપુરના ભીંડોલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજરોજ પાવી-જેતપુર તાલુકાના ભીંડોલ ગ્રામ પંચાયતમાં આવી પહોચી હતી. જેમાં કે સી સી, માય ભારત એપ રજીસ્ટ્રેશન , આરોગ્ય શિબિર જેવા લાભો આપવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય શિબિરમાં કૂલ ૧૮૧ લાભાર્થીઓ જોડાયા હતા. આ સિવાય ૫ સગર્ભા-ધાત્રીમાતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમજ ૨૦ સગર્ભા બહેનોનું વજન, ઊંચાઈ અને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ઉપરાંત આંગણવાડીના ૭૫ બાળકોની તપાસ કરવામાં આવી હતી. આયુષ્યમાન ભારત અંતર્ગત ૫૩ લાભાર્થીઓના સ્થળ પર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, સરપંચ ધર્મિષ્ઠાબેન, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો જોડાયા હતા.