Chhota Udepur
ઈન્ડિયન આર્મી માંથી સેવા નિવૃત થઇ વતન પરત ફરેલ ખજુરીયાના ફૌજી જવાન નુ ભવ્ય સ્વાગત સન્માન
પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લા ખજુરીયા ગામ નાં ફૌજી જવાન અરવિંદભાઈ ગોવિંદભાઈ રાઠવા ૨૨/૭/૨૦૦૬ના રોજ ઈન્ડિયન આર્મી માં ભરતી થયા હતા અને ૩૧/૭/૨/૨૩ નાં રોજ ૧૭ વર્ષ ની સેવાઓ આપી ઈન્ડિયન આર્મી માંથી સેવા નિવૃત થઇ આજરોજ છોટાઉદેપુર સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચતા સમાજ નાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને છોટાઉદેપુર નગર પાલિકા સ્થિત શહિદ બિરસા મુંડા ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી ને સરઘસ સ્વરુપે વતન ખજુરીયા જવા રવાના થયા હતા.
ફૌજી જવાન અરવિંદભાઈ રાઠવા નાં સ્વાગત સન્માન કાર્યક્રમ માં સમાજના માધુભાઇ રાઠવા, વાલસિંગભાઇ રાઠવા, બુધ્ધીલાલ રાઠવા,અરવિંદભાઈ રાઠવા, પ્રવિણભાઇ રાઠવા, ગોપાલભાઈ રાઠવા, ઉર્મિલાબેન નારણભાઈ રાઠવા, સહિત નાં આગેવાનો તેમજ ખજુરીયા ગામ ઉપરાંત આસપાસના ગામોમાં થી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.