Gujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન નિર્મિત સિકાકસ ખાતે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ પધારતાં ભવ્ય સ્વાગત

Published

on

અમેરિકાના ૨૪૮ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ …..

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળ સહિત અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના સિકાકસ મંદિરે પધારતાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડની મધુર સુરાવલીઓ સહિત હરિભક્તોના સમૂહ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

Advertisement

અમેરિકાના ૨૪૮ માં સ્વતંત્રતા દિનની પણ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા નૃત્ય, સંગીત, રાષ્ટ્રગીત વિગેરેના કાર્યક્રમો યોજ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ડેલાવરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો દશાબ્દી મહોત્સવ પણ પરમ ઉલ્લાસભેર સાથે મહાપુજા, રાસોત્સવ, ષોડશોપચારથી પૂજન, અર્ચન, પાટોત્સવવિધિ, ધ્વજારોહણ, અન્નકૂટ, રક્તદાન શિબિર વિગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાયા હતા.

Advertisement

પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યે ત્રિવિધ તાપથી બચવા માટે ભગવાનની કથાવાર્તા, ભજન કરવું અનિવાર્ય છે. આ મહોત્સવનો લાભ દેશ વિદેશના હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક લીધો હતો.

મહંત સદ્ગુર શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

Advertisement

Trending

Exit mobile version