Panchmahal

ભારત નો એક મહાન સમ્રાટ રાજા વીર વિક્રમાદિત્ય જેમણે આપણાં ભારત ને  સોને કી ચીડિયાં નામે ઓળખાવ્યું હતું….

Published

on

*વિક્રમાદિત્યની વેપારનીતિથી ભારતમાં એટલું સોનુ આવ્યું કે ભારતમાં સોનાનાં સિક્કા ચલણમાં ચાલતા હતાં. એવી એમની વેપારનીતિ હતી,અને પ્રજા પ્રત્યેનુ પોતાનુ સમર્પણ.એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતાં. ન્યાય,રાજ,પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતાં હતા. વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે..

*મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમાર જેમનામાં બત્તીસ ગુણ હતા તેમની સામે તો દેવતાઓ પણ ઝાંખા પડી જતા હતા. અને એ સમયે ખાલી પૃથ્વી પરના માત્ર રાજા વિક્રમાદિત્ય હતા જે સહશરીર સ્વગૅ મા જઇ સકતા હતા. જેમને પોતાની કુળદેવી માઁ હરસિદ્ધિ ભવાની ને ૧૨ વખત મસ્તક કાપીને અપૅણ કયુઁ હતુ. જે દશાનન રાવણ થી પણ મહાન કહેવાય.

Advertisement

 

આ જ વખતે,પેલો દુકાનદાર મહેલમાં દોડી આવે છે અને કહે છે કે પેલી ચિત્રમાંની બતકે પોતાના મોઢામાંથી ઘરેણાં પાછાં કાઢી આપ્યાં છે. તે પણ પોતાની દીકરી સમ્રાટને ધરે છે. મહારાજા વિક્રમ ઉજ્જૈન પાછા ફરે છે અને શનિના આશીર્વાદ સાથે એક મહાન સમ્રાટ તરીકે સ્થાપિત થયાં હતાં કહેવામાં આવે છે.રાજા વિક્રમાદિત્ય ની લોકકથાઓ ભારતના અલગ અલગ રાજ્યો માં જુદી જુદી રીતે પ્રાદેશિક ભાષાઓ સાંભળવા મળે છે.ત્યારે આજે મહારાજા વિક્રમાદિત્ય ભારતમાં સંસ્કૃત અને સ્થાનિક ભાષાઓ એમ બંનેમાં ખૂબ લોકપ્રિય એવું પાત્ર છે. જે પણ ઘટના અથવા સ્થાપત્યની ઐતિહાસિક વિગતો અજાણી હોય તેની સાથે તેનું નામ સગવડતા માટે જોડી દેવામાં આવે છે, અલબત્ત તેની આસપાસ વાર્તાઓનું આખું ચક્ર વિકસ્યું છે. સંસ્કૃતમાં તેમાંની બે સૌથી વધુ જાણીતી વાર્તાઓ છે.જેમાં એક વિક્રમ વેતાળ અને બીજી સિંહાસન બત્રીસી,આ બે વાર્તાઓ આજ ના આધુનિક સમયમાં અનેક ભાષાઓમાં પણ જોવાં મળે છે.વિક્રમ વેતાલ વાર્તા જે એક રાત માં બનેલ સત્ય ઘટનાં પર આધારિત છે,મહારાજા વિક્રમાદિત્ય એક દુરાત્મા સાધુ નું વચન પૂરું કરવા માટે ઉજ્જૈન ના શમસાન ૨૫ માઈલ દૂર આવેલા બીજા શમસાન માં આવેલ એક ઝાડ પર ઉલ્ટી લટકેલ લાશ ને લેવાં જાય છે.

Advertisement

શમસાન માં જઈને ઝાડ પર થી લાશ લઈને રાજા વિક્રમ પાછો ઉજ્જૈન જવા માંડે છે ત્યારે લાશ માં ભૂત પ્રવેશ કરે છે અને વિક્રમ રાજા ભૂત સાથે અનેક વાતચિત થાય છે.જેમાં ભૂતની વાર્તાઓ એવી પચ્ચીસ વાર્તાઓ છે જેમાં રાજા એક ભૂતને પકડવાનો અને તેને કબજામાં રાખવાનો પ્રયત્ન કરે છે, આ ભૂત એક કોયડો ધરાવતી વાર્તા કહે છે અને રાજા માટે એક પ્રશ્ન મૂકીને તેને પૂરી કરે છે. પણ હવે રાજા તો જ ચૂપ રહી શકે જો તેને ઉત્તર ખબર ન હોય, એ સિવાય ચૂપ રહે તો તેનું માથું ફાટી જાય. દુર્ભાગ્યે, રાજાને ખબર પડી કે તેને દરેક પ્રશ્નનો જવાબ આવડે છે; અને તેથી છેવટે જયાં સુધી છેલ્લા પ્રશ્ને વિક્રમાદિત્યને મૂંઝવ્યો નહીં ત્યાં સુધી ભૂતને પકડવાનું અને પછી તેના પાછા છટકી જવાનું ચક્ર સતત ચોવીસ વખત ચાલ્યું હતું તેમ વાર્તામાં કહેવાય છે.જ્યારે પચ્ચીસમી વખત રાજા ભૂત ને પકડી ને તેમના ખભે બેસાડી ને લાવે છે ત્યારે ભૂત ફરી વિક્રમ રાજા ને પચ્ચીસમી વાર્તા સંભળાવી ને સવાલ પૂછે છે ત્યારે રાજા વિક્રમ જવાબ આપવા માં ગૂંચવાઈ છે અને ચૂપ રહે છે.ત્યારે બીજી તરફ શમસાન નજીક આવતું જાય છે,ત્યારે ભૂત રાજા વિક્રમ ને પેલાં સંસનમાં બેઠેલા દુરાત્મા સાધુ ની સત્યહકીકત કહી સંભળાવે છે,અને વિક્રમ રાજા તે દુરાત્મા સાધુથી બચવાની અને તે સાધુ ને મારીને વેતાલસિદ્ધ કરવાની યુક્તિ  બતાવી ને ભૂત લાશ માં થી નીકળી જાય છે.જ્યારે રાજા વિક્રમ ઉજ્જૈન ના શમસાન જઈને દુરાત્મા સાધુ ની સામે લાશ મૂકે છે,ત્યારે પેલો સાધુ ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે વિક્રમ ભૂતો ના સરદાર વેતાલ ને દંતવત પ્રણામ કરો તમને આશીર્વાદ મળશે.

ત્યારે રાજા વિક્રમ ભુતે કિધેલી વાત યાદ આવી જાય છે,તેથી મહારાજા વિક્રમ દુષ્ટ સાધુ ને કહે છે કે મહારાજ હું આજ સુધી  કોઈ ની આગળ દંતવત પ્રણામ નથી કર્યા એટલે મને આવડતું નથી કૃપા કરીને આપ એક વાર દંતવંત પ્રણામ કરી ને બતાવો જેથી હું કરી શકું.સિદ્ધિ પ્રાપ્ત કરવાની લાલચ માં મૂર્ખ દુરાત્મા સાધુ રાજા ને બતાવવા માટે વેતાલ આગળ દંતવત કરીને માથું ઝુકાવે છે કે વિક્રમ રાજા પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી ને જોત જોતાં માં દુષ્ટ સાધુ નું મસ્તક ધડથી અલગ કારીનાખે છે ને સાધુ નું કાળજું કાઢી ને વેતાલ ને અર્પણ કરી ને વેતાલ ને સિદ્ધ કરે છે.આમ આ વાર્તાઓનું વિક્રમ વેતાલ માં વિસ્તાર થી વર્ણન કરવામાં આવ્યું છે.ત્યારે બીજી વાર્તા સિંહાસન બત્રીસી પણ રાજા વિક્રમાદિત્ય ૩૨ ગુણો અને એક ચમત્કારી સિંહાસન પર આધારિત છે.વિક્રમાદિત્ય ના અવસાન પછી આ સિંહાસન ખોવાઈ ગયું હતું અને સદીઓ પછી, ધાર ના પરમાર રાજા ભોજ તેને શોધી કાઢે છે. રાજા ભોજ પોતે સુપ્રસિદ્ધ હતો અને વાર્તાઓના આ સંગ્રહમાંની વાર્તાઓ તેના આ મહારાજા વિક્રમાદિત્ય સિંહાસન પર બિરાજવાના પ્રયત્નો સાથે સંકળાયેલી છે. આ સિંહાસન ૩૨ મહિલા પૂતળીઓથી શણગારાયેલું હતું, અને આ પૂતળીઓ બોલી શકતી હતી, પૂતળીઓ તેને સિંહાસન પર ચઢવા આહ્વાન આપતી, પણ જો તે તેઓ જે વાર્તા કહે તેમાંના વિક્રમાદિત્ય જેટલું ઉદાર હૃદય ધરાવતો હોય તો જ તે આ સિંહાસન પર ચઢી શકે. આમ એમાં વિક્રમાદિત્યની ૩૨ વાર્તાઓ છે અને દરેક કિસ્સામાં રાજા ભોજ નાપાસ થતો જાય  છે એમ અંતે, પૂતળીઓ એક પછી એક સિંહાસન પર થી વિદાય લે છે.. છેલ્લી પૂતળી સિંહાસન લઈ ને આકાશ માં ઉડી જાય છે અને સિંહાસન સંગાથ જ અદશ્ય થઈ જાય છે.

Advertisement

આ સિંહાસન બત્રીસી વાર્તા રાજા વિક્રમ ના ૩૨ ગુણો પર આધારિત હોવાથી જેને દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ.આપણે આજ સુધી અકબર બાદશાહ ના નવરત્નો વિશે ખૂબ સાંભળ્યું છે,પણ મહારાજા વિક્રમાદિત્ય ના નવરત્નો વિશે ખૂબ ઓછા લોકો જાણે છે,ત્યારે કહેવાય કે રાજા વિક્રમાદિત્યના દરબારમાં ઉપસ્થિત નવતરત્નોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કવિઓ, વિદ્વાનો, ગાયકો અને ગણિતશાસ્ત્રી પંડિતો શામેલ હતા, જેની ખ્યાતિ ભારત અને વિદેશમાં હતી.જેમનાં નામ ભારતીય હિંદુ પુરાણો માં જોવાં મળે જે આ પ્રમાણે ધનવન્તરી, ક્ષપણકો, અમરાસિમ્હા, શંકુ, ખટકર્પર, કાલિદાસ,વેતાલભટ્ટ, વારુચિ અને વરાહામિહિરા હતું.જેમાં કાલિદાસ અને વરાહામિહિરા ઉજ્જૈનમાં વિક્રમાદિત્યના દરબારના ખાસહિસ્સા હતા.જેમાં કાલિદાસ સુપ્રસિદ્ધ સંસ્કૃત રાજકવિ હતો.અને વરાહમિહિરા એ યુગનો પ્રધાન ભવિષ્યવેતા હતો, જેણે વિક્રમાદિત્યના પુત્રનું મૃત્યુ ભાખ્યું હતું.ત્યારે મહાન સમ્રાટ વિક્રમાદિત્ય રાજા ના સામ્રાજ્ય ના વિસ્તાર જોઈએ તો ગુજરાત – કાઠિયાવાડના શક – મહાક્ષત્રપો સિવાય ગાંધાર કંબોજના શક – મુન્ડો ( કુશાણો ) ને વિક્રમાદિત્યએ નાખ્યા હતા તેમની સેનાના બળ થી આગળ નો પ્રદેશ બીજા નાના રાજાઓ નો પ્રદેશ જીત્યો હતો. દિલ્હી નજીક મેહરૌલીમાં લોખંડના વિષ્ણુ ધ્વજ સતંભ છે જેના પર વિક્રમાદિત્ય  નામના જાજરમાન સમ્રાટનો એક લેખ લખાયો છે . ઇતિહાસકારોનું કહેવું છે કે આ લેખ ગુપ્ત વંશ ના રાજા વિક્રમાદિત્ય નો છે . અને આ લેખ વિક્રમાદિત્ય ની જીત વર્ણવે છે , તેમણે સિંધના સપ્તમુખો ( પ્રાચીન સપ્તસૈધ્ધ દેશની સાત નદીઓ ને પાર કરીને વાલ્શિક ( વલ્બ ) દેશ સુધી યુધ્ધમાં વિજય મેળવ્યો હતો . પંજાબની સાત નદીઓના યમુના , સતલજ , રાવી , ચિનાબ , જેલમ અને સિંધુ નદીનો પ્રદેશ પ્રાચીન સમયમાં સપ્તસૈન્ધવ કહેવાતો હતો.આમ ભારત ના મહાસમ્રાટ રાજા વિક્રમાદિત્યની ગાથા ખૂબ જ મોટી છે.જેને આપણે સૌ જાણવું જોઈએ…અને સૌ ને જણાવવું જોઈએ..

પ્રતિનિધી :-પંચમહાલ નો ભોમિયો
લક્ષમણ રાઠવા ઘોઘંબા

Advertisement

Trending

Exit mobile version