Panchmahal

ભારત નો એક મહાન સમ્રાટ રાજા વીર વિક્રમાદિત્ય જેમણે આપણાં ભારત ને  સોને કી ચીડિયાં નામે ઓળખાવ્યું હતું….

Published

on

  • ભારતનાં ઇતિહાસમાં એવું ઘણું બધુ છૂટી ગયું છે.જેને લોકો ક્યારેય જાણી નહીં શકે. કારણકે આમનાં સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યુ છે…
  • મહાન સમ્રાટ વિક્રમાદિત્યએ હિંદુ ધર્મના ઘણાં ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતાં. આમ પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી, જેમાં આજે આપણે હિન્દુધર્મમાં જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે. હિન્દી સંવત્સર, વાર, તિથિ, રાશિ,નક્ષત્ર અને ગોચર જે આપણે આજે પંચાંગમાં સહેલાઈથી જોઇ શકીએ છીએ જે લુપ્ત થવાની તૈયારીમાં હતાં તેને પોતાના સંરક્ષણમાં લઈ લીધા..
  • વિક્રમાદિત્ય. ‘વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર, સૂર્ય. પણ ‘વિક્રમાદિત્ય’ એ રાજાનું નામ હતું કે બિરુદ? કારણ કે બીજા પણ ઘણા રાજાઓએ આ ‘વિક્રમાદિત્ય’ને બિરુદ તરીકે અપનાવ્યું છે.

આપણો દેશ પ્રાચીન સમયથી ધર્મ અને વિવિધ પ્રકારની સંસ્કૃતિ ધરાવે છે.વિસ્તારમાં ની દ્રષ્ટિએ આપણો દેશ આજે પણ એક ઉપખંડ જેટલો છે, ત્યારે આપણા દેશમાં પહેલાં ના સમય માં અનેક યુદ્ધ થયેલાં,કેટલાક નગરો રાતો રાત વેરવિખેર થયેલા,શાપિત જગ્યાઓ,અનેક રહસ્યો થી ભરપૂર વિસ્તાર ધરાવતા જગલો કે પહાડો જેવાં અનેક વિસ્તાર કે વ્યક્તિ ની અમરગાથા કે વાર્તાઓ આજે પણ આપણને લોકો ના મુખે થી સાંભળવા મળે છે.ત્યારે આવા જ સમય માં થઈ ગયેલા એક ખૂબ પ્રખ્યાત ભારત ના મહાન સમ્રાટ તરીકે ઓળખવામાં આવતાં રાજા વિક્રમાદિત્ય એક મહાન રાજા માનવામાં આવે છે.આ વિક્રમાદિત્ય રાજા વિષે અનેક લોકવાયકાઓ સાંભળવાં મળે છે.આ એ રાજા છે જેને ઇતિહાસ ભૂલી ગયો છે.જેમણે ભારતને બનાવ્યું.” સોને કી ચીડિયા “.કહેવાય છે કે ભારતનાં ઇતિહાસમાં એવું ઘણું બધુ છૂટી ગયું છે .જેને લોકો ક્યારેય જાણી નહીં શકે.કારણકે આમનાં સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યુ છે.એ બાબતમાં આપણે કહી શકીએ કે આ બહુ શરમજનક વાત છે.કે જેણે દેશને ” સોને કી ચીડિયા ” બનાવ્યું. તે રાજા વિક્રમાદિત્ય વિશે આપણને આજે કંઈ જ ખબર નથી.ત્યારે આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે લોકોને બહુ ઓછા લોકોને ખબર હશે.આમના જ શાસનકાળમાં ભારત ” સોને કી ચિડીયા “બન્યુ હતુ .આ કાળ  દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે.મહારાજ વિક્રમાદિત્ય કોણ હતાં તેનાં અંગે ઇતિહાસ માં નજર કરીએ તો કહેવાય છે કે ઉજ્જૈનમાં રાજા ગન્ધર્વસેનનું રાજ હતુ.એમને ત્રણ સંતાનો હતા જેમાં પ્રથમ દિકરી મેનાવતી હતાં,બીજા નંબરમાં રાજા ભરથરી અને સૌથી નાના હતાં વિક્રમાદિત્ય. બહેન મેનાવતીનાં લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા.જેમનાથી એક છોકરો થયો જેનું નામ હતુ . ગોપીચંદ આગળ જઈને ગોપીચંદે શ્રી જ્વાલેન્દરનાથથી યોગદિક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયાં હતાં.એ પછી માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથજીથી દિક્ષા લઈ લીધી.આમ ગંધર્વસેનનાં જ્યેષ્ઠપુત્ર હતા ભરથરી તેથી ભરથરીને રાજગાદી સોંપવામાં આવી.

રાજા ભરથરી પોતાની રાણી પિંગળાના વિશ્વાસઘાતથી તેમણે પણ રાજપાટ નાના ભાઇ વિક્રમાદિત્યને આપી ગુરુ ગોરખનાથથી યોગદિક્ષા લઈ લીધી.તેમ રાજા વિક્રમાદિત્યે ગુરુ ગોરખનાથ પાસેથી  યોગદિક્ષા નહીં પરંતુ ગુરુદિક્ષા લઈને રાજપાટ સંભાળી લીધો જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે.રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુજ પરાક્રમી,બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા.રાજા વિક્રમાદિત્ય પોતાનું શાસન ખૂબ સુઆયોજીત રીતે ચલાવતાં હતાં. તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વહેપારીઓ સોનાનાં વજનથી ખરીદતાં હતાં.આમ વિક્રમાદિત્યની વેપારનીતિથી ભારતમાં એટલું સોનુ આવ્યું કે ભારતમાં સોનાનાં સિક્કા ચલણમાં ચાલતા હતાં.એવી એમની વેપારનીતિ હતી.અને પ્રજા પ્રત્યેનુ પોતાનુ સમર્પણ.એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતાં.ન્યાય,રાજ,પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતાંહતા.વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.આજ ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણેજ અસ્તિત્વમાં છે.ચક્રવર્તી અશોક સમ્રાટના(મૌર્ય) એ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.અને બુદ્ધધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે ૨૫ વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો.જે સમયે રાજા ભરથરીનું રાજ ચાલતુ અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ના આપ્યુ. કદાચ જ કોઇને ખબર હશે કે રામાયણ અને મહાભારતનાં ગ્રંથો ખોવાઈ ગયા હતા.અથવા એવું કહી શકાય કે બૌદ્ધધર્મના લીધે કોઇકે ગાયબ કરી દીધા હતાં.મહારાજ વિક્રમાદિત્યએ આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા આ ગ્રંથોને પોતાના જ રાજગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યાં.અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ રાજ ચલાવવું .તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવનાં મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી.મહારાજ વિક્રમાદિત્યના ૯ રત્નોમાંના એક એવા કવિ કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી ” અભિગ્યાન શાકુન્તલમ્ ” નામનો ગ્રંથ લખ્યો.જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો નહીંતર ભારતના ઇતિહાસની વાત તો દૂર પણ આજે આપણે ભગવાન રામ અને ક્રુષ્ણને પણ ખોઇ બેઠા હોત.અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ.મહા સમ્રાટ મહારાજ વિક્રમાદિત્યએ ઘણાં ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતાં.આમ પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી.જેમાં આજે આપણે હિન્દુધર્મમાં જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે.હિન્દી સંવત્સર, વાર, તિથિ, રાશિ,નક્ષત્ર અને ગોચર જે આપણે આજે પંચાંગમાં સહેલાઈથી જોઇ શકીએ છીએ જે લુપ્ત થવાની તૈયારીમાં હતાં તેને પોતાના સંરક્ષણમાં લઈ ને મહારાજ વિક્રમાદિત્ય એ બચાવી લીધા હતા.આજે પણ ભારત ના ઇતિહાસ જોઈએ તો બીજા અનેક રાજાઓ ના ઇતિહાસ જોવા મળે છે.પણ મહારાજ વિક્રમાદિત્ય જેવો રાજા દુનિયા ના ઇતિહાસ માં ક્યાંય નથી.ત્યારે રાજા વિક્રમાદિત્ય વિશે અનેક પ્રસંગો અને લોકવાયકા ઓ સાંભળવા મળે છે .શનિ દેવ ના સંદર્ભમાં વિક્રમાદિત્યની વાર્તા મોટા ભાગે આપણાં દેશ ના કર્ણાટક રાજયના યક્ષાગણમાં રજૂ કરવામાં આવતી હોય છે. આ વાર્તા મુજબ, રાજા વિક્રમાદિત્ય જોરશોરથી નવરાત્રી ઉજવી રહ્યો હોય છે અને દરરોજ એક ગ્રહ વિશે ચર્ચા-વાદવિવાદ કરે છે. છેલ્લા દિવસે આ વાદવિવાદ શનિ અંગે હતો. બ્રાહણે શનિની શકિતઓ, પૃથ્વી પર ધર્મ જાળવવામાં તેની ભૂમિકા સહિત શનિની મહાનતા વર્ણવી. વિધિમાં બેઠેલા બ્રાહ્મણે એવું પણ ઉમેર્યું કે વિક્રમની કુંડળી પ્રમાણે, તે શનિનો બારમા ઘરમાં પ્રવેશ ધરાવે છે, જે હોવું ખરાબમાં ખરાબ છે. જો કે વિક્રમને આ સમજાવટથી સંતોષ ન થયો,તેને મન શનિ માત્ર મુશ્કેલી સર્જનાર હતો, જેણે તેના પોતાના પિતા (સૂર્ય),દેવો ના ગુરુ (બુહસ્પતિ)ને મુશ્કેલીમાં મૂકયા હતા. એટલે વિક્રમ કહ્યું કે તેને શનિ તેની પ્રાર્થનાઓને યોગ્ય લાગતો નથી. વિક્રમને તેની શકિતઓનો, વિશેષ કરીને શ્રી દેવીના સંપૂર્ણ આશીર્વાદનો ખૂબ ગર્વ હતો. જયારે તેણે નવરાત્રિની ઉજવણી માટે ભેગા થયેલા ટોળાઓ સમક્ષ શનિને નકારી કાઢ્યો, ત્યારે શનિ ક્રોધે ભરાયો. એક દિવસ વિક્રમે તેની આરાધના કરવી પડશે એમ શનિએ પડકાર ફેંકયો.

આટલું કહીને શનિ આકાશમાં અદૃશ્ય થઈ ગયો, વિક્રમે કહ્યું કે એ એક દૈવયોગ છે અને તે કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તમામ આશીર્વાદ ધરાવે છે. વિક્રમે સમગ્ર વાતનો નિષ્કર્ષ આપતાં કહ્યું કે બની શકે કે બ્રાહ્મણે તેની કુંડળી વિશે જે કંઈ કહ્યું તે સાચું હોય; પણ શનિની મહાનતા તેને મન અસ્વીકાર્ય છે. “જે થવાનું હશે તે થશે જ અને જે નહીં થવાનું હોય તે નહીં થાય” એમ કહીને વિક્રમે પોતે શનિનું આહ્વાન સ્વીકારે છે તેવી ઘોષણા કરી.એક દિવસ એક ઘોડા વેચનારો તેના મહેલમાં આવ્યો અને કહ્યું કે વિક્રમના રાજયમાં તેનો ઘોડો ખરીદનાર કોઈ નથી. આ ઘોડો વિશિષ્ટતાઓ ધરાવતો હોવાનું કહેવાયું હતું – તેને એક ફટકો/એડી મારો એટલે તે ઊડવા માંડે અને બીજો મારો એટલે જમીન પર પાછો આવે. આમ કોઈ ચાહે તો તેને ઊડાવી શકે અથવા જમીન પર હંકારી શકે. વિક્રમને તેની વાત પર વિશ્વાસ ન પડ્યો અને એટલે તેણે કહ્યું કે ઘોડો ખરીદતાં પહેલાં તે તેને ચકાસી જોવા માગે છે. વેચનાર સહમત થયો અને વિક્રમે ઘોડા પર બેસીને તેને પહેલો ફટકો માર્યો.વેચનારે કહ્યું હતું તેમ, ઘોડો તેને આકાશમાં લઈ ગયો. બીજો ફટકો/એડી મારી ત્યારે ઘોડાએ પાછા જમીન પર આવવું જોઈતું હતું, પણ એ ન આવ્યો. એના બદલે તે વિક્રમને દૂર દૂર લઈ ગયો અને તેને એક જંગલમાં ફેંકી દીધો. વિક્રમ ઘાયલ થયો હતો અને હવે પાછા ફરવાનો રસ્તો શોધી રહ્યો હતો. આ બધું તેના નસીબમાં હતું અને તે એના માટે કશું કરી શકે તેમ નહોતો એવું તે કહેતો રહ્યો; ઘોડા વેચનારના સ્વાંગમાં શનિને ઓળખવામાં તે નિષ્ફળ રહ્યો હતો. જયારે એ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતો હતો ત્યારે ધાડપાડુઓના એક જૂથે તેની પર હુમલો કર્યો. તેમણે તેના તમામ રત્નો લૂંટી લીધા અને તેને મારીને અધમૂઓ કરી નાખ્યો. વિક્રમને હજી પણ પરિસ્થિતિની ચિંતા નહોતી, લૂંટારાઓ ભલે તેનો મુગટ લઈ ગયા, પણ માથું તો છે ને એમ એ પોતાને મનાવતો રહ્યો. આમ વિચારતાં વિચારતાં નજીકની નદીમાંથી પાણી પીવા માટે તે નીચે ઊતર્યો. લપસણો ઢાળ તેને પાણીમાં ખેંચી ગયો અને પાણીનો પ્રવાહ તેને દૂર સુધી તાણી ગયો.વિક્રમે છેવટે ધીમે ધીમે એક શહેર સુધી પહોંચ્યો અને એક વૃક્ષ નીચે ભૂખમરાથી પીડાતો બેસી રહ્યો. જે વૃક્ષ નીચે વિક્રમ બેઠો હતો તેની સામે એક દુકાન હતી, આ દુકાનદારને પોતાના પૈસાની અત્યંત ચિંતા રહેતી. જે દિવસથી વિક્રમ પેલા વૃક્ષ નીચે બેઠો, એ દિવસથી દુકાનનું વેચાણ નોંધપાત્ર રીતે વધવા માંડયું. દુકાનદારની લાલચ થઈ આવી કે જો આ માણસ અહીં બહાર જ રહે તો પોતે ખૂબ પૈસા કમાઈ શકે, અને એટલે તેણે વિક્રમને ઘેર બોલવવાનો અને સારું ખાવાનું આપવાનું નક્કી કર્યું. લાંબા-ગાળા સુધી આ રીતે વેચાણમાં વધારો રહ્યા કરે એ આશામાં તેણે પોતાની દીકરીને વિક્રમને પરણવાનું કહ્યું. જમ્યા પછી વિક્રમ કમરામાં સૂતો હતો ત્યારે દુકાનદારની દીકરી કમરામાં પ્રવેશી. ખાટલાની બાજુમાં રહીને તે વિક્રમના જાગવાની રાહ જોવા માંડી. ધીમે ધીમે તેને ઊંઘ આવવા માંડી. તેણે પોતાનાં ઘરેણાં ઉતાર્યા અને તેને પાછળ બતકનું ચિત્ર ધરાવતા ખીલા પર લટકાવ્યાં. પછી તે ઊંઘી ગઈ. જયારે વિક્રમ ઊઠ્યો ત્યારે તેણે જોયું કે ચિત્રમાંની બતક ઘરેણાં ગળી જઈ રહી છે. હજી એને સમજાય કે એણે શું જોયું, તે પહેલાં દુકાનદારની દીકરી પણ જાગી જાય છે અને તરત જ તેનું ધ્યાન ઘરેણાં નહીં હોવા પર જાય છે. તે પોતાના પિતાને બોલાવે છે અને કહે છે કે વિક્રમ ચોર છે.

Advertisement

વિક્રમને તે વિસ્તારના રાજા પાસે લઈ જવામાં આવે છે. રાજા વિક્રમના હાથ અને પગ કાપી નંખાવાનું અને તેને રણમાં છોડી મૂકવાનો હુકમ કરે છે. રણમાં લોહી નીંગળતી સ્થિતિમાં આગળ વધવા માટે વલખાં મારતા વિક્રમને પોતાના પતિના ઘરે પાછી ફરતી એક યુવતી જોવે છે, આ યુવતી પોતાના પિતાના ઘરેથી, ઉજ્જૈનથી પાછી ફરી રહી હોય છે, તેનું ધ્યાન વિક્રમ પર જાય છે અને તે તેને ઓળખે છે. તે એને તેની આ સ્થિતિ વિશે પૂછે છે અને કહે છે કે ઘોડા પર ઊડીને તે અદશ્ય થઈ ગયો ત્યારથી ઉજ્જૈનમાં બધા તેના માટે ચિંતિત છે. આ યુવતી વિક્રમને પોતાના ઘરે રહેવા દેવા માટે સાસરિયાઓને વિનંતી કરે છે અને તેઓ તેને રહેવા દે છે. તેના પરિવાર શ્રમજીવી હતો; વિક્રમ પણ કંઈક કામ માગે છે. તે સૂચવે છે કે પોતે ખેતરમાં બેસશે અને બૂમો પાડશે, જેથી બળદ ગોળ ગોળ ફરે અને ધાન જુદા પડે. આજીવન કોઈના મહેમાન થઈને જીવવા માટે તે તૈયાર નહોતો.એક દિવસ સાંજે જયારે વિક્રમ હજી કામ કરતો હતો ત્યારે, અચાનક પવનના કારણે દીવો બુઝાઈ જાય છે. તે દીપક રાગ ગાય છે અને દીવો ફરીથી પેટાવી દે છે. તેના આમ કરવાથી સમગ્ર શહેરના બધા જ દીવાઓ પ્રકાશિત થઈ ઊઠે છે – આ શહેરની રાજકુમારીએ શપથ લીધાં હતાં કે જે કોઈ દિપક રાગ ગાઈને દીવાઓ પેટાવશે તેને તે વરશે. સંગીતના સ્રોતના રૂપમાં એક અશકત, વિકલાંગ માણસને જોઈને તેને આશ્ચર્ય થાય છે પણ તે છતાં તે તેને પરણવાનું નક્કી કરે છે. રાજા જયારે વિક્રમને જુએ છે ત્યારે ખૂબ ક્રોધે ભરાય છે, કારણ કે તેમને તે યાદ હોય છે- પહેલાં ચોરીની સજા પામેલો આ માણસ હવે તેમની દીકરીને પરણવાની કોશિશ કરી રહ્યો છે. વિક્રમનું માથું ધડથી જુદું કરી નાખવા માટે તે પોતાની તલવાર બહાર કાઢે છે. આ ક્ષણે, વિક્રમને પ્રતીતિ થાય છે કે આ તમામ બાબતો શનિની શકિતના કારણે તેની સાથે ઘટી રહી છે. જયારે એ મરવાની અણી પર હતો, ત્યારે તે શનિને પ્રાર્થના કરે છે. તે પોતાની ભૂલો સ્વીકારે છે અને પોતે પોતાની શકિતઓ, પદ માટે ગર્વમાં ચૂર હતો તે કબૂલ કરે છે. આ સમયે શનિ પ્રત્યક્ષ આવે છે અને તેને તેનાં રત્નો, હાથ, પગ અને તમામ વસ્તુઓ પાછી આપે છે. વિક્રમ શનિને વિનંતી કરે છે કે તે જે પીડામાંથી પસાર થયો તેવી પીડા તે કોઈ સામાન્ય માનવીને ન આપે. તે કહે છે કે તેના જેવો મજબૂત માણસ આ પીડા ખમી ગયો પણ સામાન્ય માણસ આવી પીડા સહન નહીં કરી શકે. શનિ સહમત થાય છે અને કહે છે કે તે એવું નહીં કરે. વિક્રમને ઓળખ્યા પછી, રાજા તેના સમ્રાટને સમર્પણ કરે છે અને પોતાની દીકરી તેને પરણાવવા માટે રાજીખુશીથી સહમતિ આપે છે.આ જ વખતે, પેલો દુકાનદાર મહેલમાં દોડી આવે છે અને કહે છે કે પેલી ચિત્રમાંની બતકે પોતાના મોઢામાંથી ઘરેણાં પાછાં કાઢી આપ્યાં છે. તે પણ પોતાની દીકરી સમ્રાટને ધરે છે. વિક્રમ ઉજ્જૈન પાછો ફરે છે અને શનિના આશીર્વાદ સાથે એક મહાન સમ્રાટ તરીકે સ્થાપિત થાય છે.

પ્રતિનિધી:-પંચમહાલ નો ભોમિયો ..
લક્ષમણ રાઠવા ઘોઘંબા..

Advertisement

Trending

Exit mobile version