Gujarat
પુત્રી ઉપર બળાત્કાર કરનાર હવસખોર પિતા જેલ ભેગો

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે બળાત્કાર અચરનાર સગા બાપને તાલુકા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કરી તપાસ હાથ ધરી છે.
છેલ્લા એક વર્ષથી અંકલેશ્વર તાલુકાના એક ગામમાં નરાધમ પિતાએ પોતાની સગી દીકરીને હવસનો શિકાર બનાવતો હતો અને સગીરાને કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી અવર નવરા દુષ્કર્મ અચરતો હતો
આ અંગે સગીરાએ તેણીના સંબંધીઓને જાણ કરતા સંબંધીઓએ પિતા પર ફિટકાર વરસાવ્યો હતો આ અંગે સગીરાની બહેને તાલુકા પોલીસ મથક ખાતે પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પોલીસે ૩૭૬ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હવસખોર પિતાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતિનિધિ
સુનિલ ગાંજાવાલા
સુરત